નવસારી જિલ્લાની બીલીમોરા નગરપાલિકા અને પ્રથમેશ એન્ટરપ્રાઈઝનાં સંયુક્ત સાહસ થકી જળ તૃપ્તિ યોજના અંતર્ગત 7 પૈકી 6 સ્થળોએ જીવનધારા વોટર એ.ટી.એમ. ગોઠવવામાં આવ્યા હતા. આ જીવનધારા એ.ટી.એમ. ઉપરથી આર.ઓ. ઓઝોનાઈઝડ ઠંડુ સ્વચ્છ જળ રૂપિયા 1માં 1-લીટર, રૂપિયા 5માં 7-લીટર અને એ.ટી.એમ. કાર્ડથી રૂપિયા 10માં 20-લીટર પાણી પૂરું પાડવામાં આવશે.
આ ઉપરાંત મોબાઈલ વોટર વાન શહેરભરમાં ફરી ઘર આંગણે ડોર-ટુ-ડોર પાણી પૂરું પાડશે. જેનું રવિવાર સવારે પાલિકા પરિસરમાં ધારાસભ્યો, પાલિકા નગર સેવકો અને સ્ટાફની હાજરીમાં લોકાર્પણ કર્યું હતું. જેને કારણે ઘર આંગણે ગુણવત્તા યુક્ત પાણી મળશે અને લોકસુવિધામાં વધારો થશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application