નવસારી જિલ્લાના કોટેજ હોસ્પિટલ વાંસદા ખાતે જિલ્લા કલેકટર અમિત પ્રકાશ યાદવના અધ્યક્ષ સ્થાને રોગી કલ્યાણ સમિતિની બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં જિલ્લા કલેકટર અમિત પ્રકાશ યાદવે જણાવ્યું હતું કે, કોટેજ હોસ્પિટલ ખાતે ૧૧૧ બેડ કાર્યરત છે તેમ છતાં દર્દીઓના ધસારાના ધ્યાને લઇ આઇ.પી.ડી.માટે ૧૦૦ બેડની ક્ષમતા વધારવા માટેનું આયોજન હાથ ધરાયું છે. કોટેજ હોસ્પિટલમાં મહેકમ ઘટ અંગે આજુબાજુના પી.એચ.સી. અને સી.એસ.સી.સેન્ટરમાંથી સ્ટાફ નર્સને ડેપ્યુટ કરી દર્દીઓને કોઇ મુશ્કેલી ન પડે તેની તાકીદ જિલ્લા કલેકટરશ્રીએ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રીને કરી હતી. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી, આસીસ્ટન્ટ કલેકટર, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી સહિતના અધિકારીશ્રીઓ તેમજ રોગી કલ્યાણ સમિતિના સભ્યશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. બેઠક બાદ જિલ્લા કલેકટરએ કોટેજ હોસ્પિટલના વિવિધ વિભાગોની મુલાકાત લીધી હતી તેમજ ડોકટરશ્રીઓ તથા સ્ટાફ સાથે ચર્ચા કરી તેમની મુશ્કેલીઓના નિવારણ માટે કાર્યવાહી કરવામાં આવશે તેવું વધુમાં જણાવ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application