ઉનાઈનાં ચરવી ગામમાં રહેતા ફળિયામાં રહેતા પરિવારનું સરકારી આવાસ સાંજે 5 વાગે ધડાકાભેર તૂટી પડ્યું હતું. જોકે, આ ઘટના બની તે સમયે ઘરમાં રહેલ તમામ તુરંત બહાર નીકળી જતા કોઈને ઈજા પહોંચી નહોતી. પરંતુ અચાનક બનેલી આ ઘટનાને પગલે તેમની ઘર-વખરીને નુકશાન પહોંચ્યું હતું. વર્ષો જુના બનેલ સરકારી આવાસમાં રહીને ચરવીના લક્ષ્મણભાઈ વજીયાભાઈ ગામીત મજુરી કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. આવાસ જર્જરિત થઈ જતા અચાનક ધરાશાયી થતા પરિવારના 5 સભ્યો માથે ચોમાસામાં જ છત છીનવાઈ હતી. સદનસીબે ન કોઈ જાનહાની થઈ ન હતી. દિવસ દરમિયાન બનેલી દીવાલ ધરાશાયી થવાની ઘટનામાં ઘરના તમામ સભ્યો કામ કાજ અર્થે વ્યસ્ત હોવાથી જાનહાની ટળી હતી.
ઘટનાની જાણ થતા ફળિયાના યુવકો દોડી આવ્યા હતા અને કટમાળમાં દટાયેલ ઘર-વખરી સામાન બહાર કાઢીને પરિવારને મદદરૂપ થયા હતા. ત્યારે ઉનાઈના માજી સરપંચએ પીડિત પરિવારની મુલાકાત લઈને નુકશાન અંગેનો તકાજો મેળવીને તલાટીને જાણ કરી હતી અને મકાન માલિકને નુકશાન અંગે યોગ્ય સરકારી વળતર મળે તેવી ખાતરી આપી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application