નવસારી શહેરમાં આવેલ કોર્પોરેશન બેંકમાં મેનેજર તરીકે ફરજ બજાવતો વાસુદેવ શ્રીપદ ધુપકરે અન્ય ત્રણ ઈસમો સાથે મળીને લોકોને વિશ્વાસમાં લઈ ખોટા દસ્તાવેજો બનાવી તેમના નામે 2,27,૦૦,000/-ની જુદી-જુદી લોનો કોર્પોરેશન બેન્કમાંથી લીધે હતી.
ત્યારબાદ જેમના નામે લોન લેવામાં આવી હતી અને તેમના ઘરે હપ્તા ભરવા બાબતે બેંકની નોટીશ જતા સમગ્ર કોભાંડ બહાર આવ્યો હતો. જે અંગે નવસારી ટાઉન પોલીસ મથકમાં માર્ચ-2019માં મેનેજર સહીત અન્ય ત્રણ ઈસમો વિરુદ્ધ છેતરપીંડીનો ગુનો નોંધાયો હતો.
જેમાં ત્રણ ઈસમોની ધરપકડ થઈ હતી પરંતુ બેંક મેનેજર વાસુદેવ ધુપકર નાસી છુટ્યો હતો. બેંક મેનેજરને ઝડપી પાડવા માટે નવસારી પેરોલ ફર્લોના સબ-ઈન્સપેક્ટર મનોજ પાટિલે ખાસ ઓપરેશન હાથ ધરી તેમની ટીમને સૂચના આપી હતી અને ટેકનીકલ સર્વેલન્સ હાથ ધર્યું હતું.
તે દરમિયાન ટીમને મળેલ બાતમીના આધારે, વોન્ડેટ આરોપી વાસુદેવ શ્રીપદ ધુપકર જેને હાલ મુંબઈના પરા વિસ્તારનાં કાંદિવલીમાં અંકુર્લા રોડ ખાતે હાજર હોઈ જે બાતમીના આધારે પેરોલ ફર્લોની ટીમે મુંબઈ ખાતે જઈ વોન્ડેટ આરોપી એવા બેંક મેનેજરને ઝડપી પાડ્યો હતો અને તેને નવસારી ખાતે લાવી આગળની વધુ કાર્યવાહી માટે ટાઉન પોલીસને સોંપ્યો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500