Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

બાઈક પરથી પડી જતા યુવકનું મોત

  • April 11, 2021 

ચીખલી તાલુકાના ટાંકલ ગામ માંથી મોટર-સાયકલ પર પસાર થતો ચાલક કોતરમાં ફેંકતા મોત નીપજ્યું હોવાનો બનાવ પોલીસ મથકે નોંધાયો હતો.

 

 

 

સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, ટાંકલ ગામના રેટકુંવા ફળિયામાં રહેતો 25 વર્ષીય અજયકુમાર અનિલભાઈ ઢોડિયા પટેલ જે પોતાના કબ્જાની બજાજ પલ્સર મોટર-સાયકલ નંબર જીજે/30/બી/9171 લઈને ટાંકલથી સરૈયા ગામ તરફ જઈ રહ્યો હતો. તે સમય દરમિયાન યુવક મોટર-સાયકલ પરથી અનાયાસે પડી જતા કોતરમાં ફેંકાઈ ગયો હતો જેથી યુવકના માથાના ભાગે તેમજ શરીરે ગંભીર ઇજા થતાં સારવાર અર્થે ટાંકલ સીએચસીમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના ડોકટરે યુવકને મૃત જાહેર કર્યો હતો.

 

 

 

આ બનાવ અંગે પોલીસને જાણ થતાં પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application