નવસારીના એક વ્યકિતએ 181માં ફોન કરી જણાવેલ કે ૩૦ વર્ષની મહિલા જે બોલી શકતા નથી અને ક્યાંના છે એ ખબર પડતી નથી માટે તેઓને મદદની જરૂર છે. નવસારીની 181 ટીમ સ્થળ પર પહોંચી મહિલાની સાથે પરામર્શ કરતા જાણવા મળેલ કે તેમના ભાઈ-ભાભીના ત્રાસથી ઘરેથી નીકળી આવ્યા છે.
મહિલાની પરિસ્થિતિને જાણી તેમની પાસે રહેલ નાની બેગમાં એક આઈકાર્ડ મળતા તેઓ સાત વર્ષથી પરમેશ ડાયમંડ ખાતે કામ કરતા હતા. જેમાં તેમના ઘરનું પણ સરનામુ લખેલ હોવાથી તેઓ નવસારીના જ રહેવાસી હતા, જેથી તેમના ઘરે લઈ જતા આજુબાજુથી જાણવા મળેલ કે, મહિલાની માતાના મૃત્યુ પછી તેમને જમવાનું પણ આપતા નથી અને ભાઈ-ભાભી મારપીટ કરે છે. આ મહિલાને સહી સલામત તેમના પરિવારમાં પિતા અને ભાભીને સોપવામાં આવી છે. તેમની પરિસ્થિતિને ધ્યાને રાખી પરિવારને કાયદાકીય સમજ આપી ફરજો નિભાવવા જણાવ્યું હતું. આમ 181 અભયમ દ્વારા ઘરેથી નીકળી ગયેલ મૂકબધિર મહિલાને તેના પરિવારને શોધી સહી સલામત સોપવામાં આવી હતી. 181 હેલ્પલાઈન 24 કલાક સાત દિવસની ફરજ, સેવા, સલામતી, સુરક્ષાનું પ્રસંશનીય કામ કરી ઉદાહરણ પૂરું પાડી રહી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500