Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ઘરફોડ તથા વાહન ચોરીનાં ગુન્હામાં બાળક ઝડપાયો

  • February 26, 2021 

નવસારી શહેરનાં શાંતાદેવી રોડ વિસ્તારમાં આવેલા એપાર્ટમેન્ટના પાર્કીંગ માંથી એક મોપેડની ચોરી થઈ હતી. તેમજ સ્ટેશન રોડ વિસ્તારમાં આવેલ એક હોસ્પિટલનાં કવાટર્સ માંથી મોબઈલ તથા રોકડ રકમની ઘરમાંથી ચોરી થઈ હતી. જે બંને બનાવો અંગે ફરિયાદ થતા ટાઉન પોલીસની સર્વેલન્સ સકોર્ડ સતર્ક બની તપાસ કરી રહી હતી.

 

 

 

તે દરમિયાન પોલીસ ટીમને મળેલ બાતમી ને આધારે, કાયદાના સંઘર્ષમાં આવેલ બાળક કે જે વારંવાર નાની-મોટી ચોરી કરવાની ટેવ ધરાવે છે તેમજ બાળક આ બંને ચોરીઓ કરી છે. જે બાતમીના આધારે પોલીસે શહેરનાં રીંગ-રોડ ઉપર રૂસ્તમવાડી નજીક વોચમાં હતી કે, તે દરમિયાન બાતમીના વર્ણન મુજબનો કાયદાના સંઘર્ષમાં આવેલ બાળક મળી આવતા પોલીસે તેને તાબામાં લીધો હતો તથા તેની પૂછપરચ કરતા તેની પાસેથી ચોરી ગયેલ મોપેડની કીંમત રૂપિયા 25 હજાર તથા રોકડા રૂપિયા 5730/- મળી આવ્યા હતા. જેને લઈ પોલીસે કુલ રૂપિયા 3૦,730/-નો મુદ્દમાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application