નવસારીનાં જલાલપોર પોલીસ સ્ટેશનનાં હનીટ્રેપ ગુનામાં છેલ્લા બે માસથી નાસતા ફરતા આરોપીને બારડોલી પોલીસે લિનિયર બસસ્ટેન્ડ નજીકથી ઝડપી પાડી તેનો કબ્જો જલાલપોર પોલીસને સોંપ્યો છે. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, બારડોલી ટાઉન પોલીસ સ્ટાફના માણસો અલગ અલગ ટીમો બનાવી વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા.
તે દરમિયાન તેઓ લિનિયર બસસ્ટેન્ડ નજીક પહોંચતા ખાનગી રાહે બાતમી મળી હતી કે, જલાલપોર પોલીસ સ્ટેશનના હની ટ્રેપનાં ગુનામાં છેલ્લા બે માસથી નાસતો ફરતો આરોપી લિનિયર બસસ્ટેન્ડ નજીક આવેલ ટેસ્ટી ચિકન હોટલ નજીક ઊભો છે.
જે હકીકતનાં આધારે ટાઉન પોલીસ સ્થળ ઉપર પહોંચી બાતમી મુજબનો શખ્સ ત્યાં હાજર હોય તેને કોર્ડન કરી ઝડપી પાડ્યો હતો અને પૂછપરછ કરતાં તેણે પોતાનું નામ શાહરૂખ ઉર્ફે બોબી મહમદ રફીક મુલ્તાની (રહે.રંગઉપવનની બાજુમાં, તલાવડી, બારડોલી) નાનો હોવાનું જણાવ્યુ હતું અને જેણે ઉપરોક્ત ગુનાની કબૂલાત કરતાં બારડોલી પોલીસે તેનો કબ્જો જલાલપોર પોલીસને સોંપ્યો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500