કોરોનાની બીજી લહેરમાં મોટી સંખ્યામાં લોકો સંક્રમિત થઇ રહયાં છે ત્યારે વેક્સિનએ સંક્રમણ સામે સૌથી અસરકારક ઉપાય છે. અત્યારે જિલ્લામાં ૪૫થી વધુ ઉંમરના તમામ લોકોને વેક્સિન આપવાનું અભિયાન ચાલી રહયું છે. સૌ નાગરિકો જેમનો વારો આવતો હોય તેઓએ સત્વરે વેક્સિનનો લાભ લઇ લેવો જોઇએ. તેમ જિલ્લા પંચાયત ખાતે આર.સી.એચ.ઓ.તરીકે ફરજ બજાવતા ડો.સુજીત પરમાર જણાવે છે, તેમણે વેક્સિનના બે ડોઝ લીધા છે અને સત્વરે વેક્સિન લેવા જણાવે છે.
તેઓ જણાવે છે કે, મેં કોરોનાની વેક્સિનના બંને ડોઝ લીધા છે, આપ સૌને મારી વિનંતી છે કે, ૪૫થી વધુ ઉંમરના તમામ લોકો જેમને વેક્સિન લીધી ન હોય તેઓ સત્વરે વેક્સિન લઇ લે. કોરોનાના બીજા વેવથી સર્જાયેલી કપરી પરિસ્થિતિ સામે વેક્સિન જ એક કારગર ઉપાય છે. વેક્સિન મુકયા બાદ પણ કોરોના થાય તો પણ વ્યક્તિ તેની ગંભીર અસરોથી બચી શકે છે. દવાખાને દાખલ થવાની પણ જરૂર નથી પડતી. આ વેક્સિનથી અનેક લોકોએ પોતાને સુરક્ષિત કર્યા છે. વેક્સિન ન લઇને જીવનને જોખમમાં ન મુકવી જોઇએ. કોરોના સંક્રમણથી બચવા માટે વેક્સિન જ સૌથી અસરકારક ઉપાય છે.’’
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500