કોરોનાની બીજી લહેરમાં ઓક્સિજનની ખૂબ મોટી અછત ઊભી થઈ હતી, લોકો ઓક્સિજનના સિલિન્ડર માટે લાઈન લગાવી હોય તેવા દ્રશ્યો નજરે પડ્યા હતા તેવા અનેક બનાવો સામે આવ્યા હતા. ત્યારે ઓક્સિજનના મહત્વને સમજીને નવસારીના ટાંકલ ગામના ચેતનભાઈ પટેલને પર્યાવરણનું જતન કરવા માટે વિચાર આવ્યો અને તેમણે નિર્ણય કર્યો કે, 256 જેટલા વૃક્ષોની કલમ તેઓ ગામની શાળાના વિદ્યાર્થીઓને આપશે અને તેને ઘરના આંગણામાં વાવવા કહ્યું છે અને જ્યારે તેઓ અમેરિકાથી 5 વર્ષ બાદ આવશે અને જો વૃક્ષ મોટું હશે અને તેની યોગ્ય રીતે જાળવણી થઈ હશે તો દરેક વિદ્યાર્થીને 5 વર્ષ માટે 5 હજારની એફડી આપશે તેવી જાહેરાત કરી હતી. ચેતનભાઈ એ ગામમાં હરિયાળી લાવવા આ નવતર અભિયાન હાથ ધરતા વૃક્ષ વાવવા માટે ગામ માંથી આગળ આવ્યું હતું.
કેન્દ્ર અને રાજ્ય સરકાર પણ અવારનવાર વૃક્ષ વાવવા માટેના અભિયાનો હાથ ધરે છે પણ તેના ધાર્યા પરિણામો મળતા નથી અને લોકોની વૃક્ષની વાવણીને લઈને ઉદાસીનતા સામે આવે છે અથવા તો જે વૃક્ષારોપણ થાય છે તે માત્ર ફોટોગ્રાફી માટે થતું હોય તેવું મોટાભાગે દેખાઈ આવે છે. વૃક્ષારોપણ બાદ તેની જાળવણી ન થતા મોટાભાગે વૃક્ષ મૂરઝાઈ જતું હોય છે અને નાશ પામે છે જેથી જો વૃક્ષ વાવવા માટે આર્થિક મદદની જાહેરાત કરવામાં આવે તો લોકો વૃક્ષારોપણ તરફ આકર્ષાશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application