Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

અભયમ 181 ટીમ એ હોટલમાં કામ કરતી મહિલાને મહેનતાણાની રકમ અપાવી

  • January 27, 2021 

નવસારી વિસ્તારના મહિલા રોજગારી મેળવવા માટે એક હોટેલની અંદર તેઓ કામ કરતા હતા. અચાનક તેમનો પગ લપસી જતાં પગમાં મોચ આવી જતાં ઘરે જવાની રજા માગી હતી. પરંતુ માલિકે કસ્ટમર વધુ હોવાથી ના પાડી હતી. મહિલાને પગમાં દુખાવો થતાં તેઓએ બરફ માગતા ના પાડી અને ગમે તેમ બોલી કામ કરાવતા હતા. મહિલા મુઝાતા હતા કારણ કે, તેમનું ઘર આ રોજી ઉપર જ ચાલતું હતું. સાંજે કામ કરી ઘરે ગયા પરંતુ બીજા દિવસે વધારે તબિયત બગડતા સવારે કામે જવાયું ના હોવાથી થોડા દિવસ પછી મહિલા તેઓએ કામ કરેલા મહેનતાણાની રકમ લેવા હોટલ પર ગયા હતા. પરંતુ તેઓને રોજ આવતી કાલે આવજો એવું કહી રોજ ધક્કા ખવડાવતા હતા.

 

 

 

છેવટે મહિલાએ 181 મહિલા હેલ્પ લાઈનમા કોલ કરી મદદ માગતા નવસારી અભયમ રેસ્ક્યુ વાન તરત પહોંચી હોટલ માલિક સાથે વાતચીત કરી માલિકને સમજાવી મહિલાની બાકી થતી રકમ ચુકવી આપેલ અને મહિલાને તેમની દવા કરવાના પૈસા ન હોવાથી તેમનું મહેનતાણું અપાવતા 181 અભયમ નો આભાર માનતા જણાવેલ કે,એક મજૂરી કરતી મહિલાને મદદ પહોંચાડી તે અમારા માટે આશીર્વાદ સમાન છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application