નવસારીના સખી વન સ્ટોપ સેન્ટર ખાતે એક યુવતીને 181 મહિલા હેલ્પલાઇન દ્વારા લાવવામાં આવી હતી. યુવતી થોડી ગભરાયેલી હતી. સખી વન સ્ટોપ સેન્ટર દ્વારા યુવતીને આશ્વાસન આપી, કાઉન્સેલીંગ કરવામાં આવ્યું હતું.
મળતી માહિતી મુજબ, 20 વર્ષીય યુવતી અને તેના ગામના યુવક સાથે અફેર હતું. યુવતીના ઘરના સભ્યો તેને હેરાન કરતાં હતાં. યુવતીની જીદ હતી કે તે યુવક સાથે જ લગ્ન કરશે. સખી વન સ્ટોપ સેન્ટર દ્વારા યુવતીના પરિવાર સાથે વાતો કરતાં જાણવા મળ્યું કે, જે યુવક સાથે લગ્ન કરવા માંગે છે તેનું પરિવાર સારું નથી તેમજ યુવક કોઇપણ કામધંધો કરતો નથી. જેથી સેન્ટર દ્વારા યુવતીને ખૂબ જ શાંતિપૂર્વક જીવન ઉપયોગી સલાહ સૂચનો આપી. યુવતીને તેના પરિવારને સોંપી હતી. આમ ખોટા માર્ગે ગયેલી યુવતીને સાચા માર્ગે દોરીને સખી વન સ્ટોપ સેન્ટર દ્વારા ઉમદા કામગીરી કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application