નવસારી જિલ્લાના ચીખલી નજીકના મજીગામ સ્થિત નીલકંઠ રેસિડેન્સીમાં બપોરના સમયે ચારેક જેટલા ઈસમો આવી ઘરે-ઘરે ફરી મહિલાઓને બે-બે હજાર રૂપિયાની કુપન બતાવી આ કુપન સ્ક્રેચ કરશો તો તમને મોટા ઇનામો લાગશે અને ઇનામોનું લિસ્ટ બતાવી પ્રલોભન આપતા કેટલાકે બે હજાર રૂપિયા આપી કુપન ખરીદી સ્ક્રેચ કરતા એક ને મિક્ષચર મશીનનું ઇનામ લાગતા અન્ય લોકોને વિશ્વાસમાં લેવા મશીન પણ આપ્યું હતું. બાકીના બેને અમારો ટેમ્પો બહાર ઉભો છે. તમે ત્યાંથી તમારું ઈનામ લઈ આવો તેમ જણાવતા બહાર જઈને જોતા કોઈ ટેમ્પો નજરે ન પડતા અને આ દરમિયાન ઈસમો બે-બે હજાર રૂપિયા ખંખેરી ફરાર થઈ ગયા હતા.
આ ઈસમો રહીશો નોકરી-ધંધાર્થે ઘરની બહાર હોય અને મહિલાઓ ધરે એકલી જ હોય તે રીતે બપોરના સમય પસંદ કરીને ઘરે આવતા હોય તેમ લાગી રહ્યું છે. વધુમાં સોસાયટીના સીસીટીવી કેમેરામાં સફેદ કલરની તેમની ઇકો કારનો નંબર કેદ ન થાય તે રીતે કાર ઉભી રાખી હતી અને ઘરના સીસીટીવી કેમેરામાં પણ ચહેરો ચઢી જતા યેનકેન પ્રકારે ચહેરો સંતાડી દેતા સ્પષ્ટ જોવા મળ્યા ન હતા. જોકે બે હજારમાં કુપન વેચી સ્ક્રેચ કરાવી ઠગ ભગતો દ્વારા ઠગાઈ કરવાના આ બનાવમાં પોલીસ ચોપડે ફરિયાદ નોંધાઇ ન હતી. પરંતુ અન્ય વિસ્તારના લોકો આવી છેતરનાર ટોળકી સામે સાવચેત રહે તે જરૂરી બન્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application