નવસારી જિલ્લામાં આગામી તાલુકા પંચાયત/જિલ્લા પંચાયત તથા નગરપાલિકાઓની સામાન્ય ચૂંટણી તા.૨૮/૦૨/૨૦૨૧ ના રોજ યોજાનાર છે.
જેને અનુલક્ષીને નવસારી જિલ્લા મેજીસ્ટ્રેટ આર્દ્રા અગ્રવાલે મળેલી સત્તાની રૂઍ ઍક જાહેરનામાં દ્વારા નવસારી જિલ્લાના આવેલ વ્યકિત, સંસ્થા, મંડળી કે રાજકીયપક્ષ, બીનરાજકીય પક્ષ તથા અર્ધ રાજકીયપક્ષ અને જિલ્લામાં તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત તથા નગરપાલિકાઓની સામાન્ય ચૂંટણીના ભાવિ ઉમેદવારો દ્વારા ચૂંટણી આચારસંહિતાનો ભંગ અથવા કાયદો અને વ્યવસ્થા જાખમમાં મૂકે તેવા કોઇપણ પ્રકારના વાંધાજનક મેસેજીસ તથા ઍસ.ઍમ.ઍસ. કરવા પર આગામી તા.૦૨/૦૩/૨૦૨૧ સુધી પ્રતિબંધ ફરમાવ્યો છે. આ હુકમનો ભંગ કે ઉલ્લંઘન કરનાર વ્યકિત દંડ સહિતાની કલમ-૧૮૮ હેઠળ સજાને પાત્ર થશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application