Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સબ ડિસ્ટ્રીકટ હોસ્પિટલ ચીખલી ખાતે એસ.એન.સી.યુ. યુનિટનો શુભારંભ કરાવતાં વનમંત્રી ગણપતસિંહ વસાવા

  • June 12, 2021 

રાજયના આદિજાતિ વિકાસ, વન મંત્રી ગણપતસિંહ વસાવાએ નવસારી જિલ્લાના ચીખલી સબ ડિસ્ટ્રીકટ હોસ્પિટલ ખાતે બાળકો માટેના એસએનસીયુ યુનિટનો શુભારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે વનમંત્રીશ્રી ગણપતસિંહ વસાવાએ જણાવ્યું હતું કે, એનએનસીયુની સેવા ઉપલબ્ધ થતાં નવજાત બિમાર બાળકોને હવે ચીખલી હોસ્પિટલ ખાતે જ સારવાર ઉપલબ્ધ થશે તેમજ અંતરિયાળ આદિવાસી વિસ્તારના નવજાત શિશુઓના થતાં મરણ અટકાવાશે. સબ ડિસ્ટ્રીકટ હોસ્પિટલની મુલાકાત સાથે તબીબી સ્ટાફની જાત માહિતી મેળવી હતી.

 

 

 

 

કોરોના દરમિયાન કરવામાં આવેલી કામગીરીની મંત્રીએ આરોગ્ય પ્રશંસાઓ કરી હતી અને તમામ આરોગ્ય સ્ટાફને અભિનંદન પાઠવ્યા હતાં. આ પ્રસંગે ગણદેવીના ધારાસભ્ય નરેશભાઇ પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ ભુરાભાઇ શાહ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.ભાવસાર સહિત સબ ડિસ્ટ્રીક હોસ્પિટલ ચીખલીના સ્ટાફમિત્રો ઉપસ્થિત રહયાં હતાં.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application