Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ચીખલીનાં ઇટાલિયા હાઈસ્કૂલના મદદનીશ શિક્ષકનો વિદાય સમારોહ યોજાયો

  • June 24, 2021 

ધી ચીખલી એજ્યુકેશન સોસાયટી સંચાલિત દા.એ.ઇટાલિયા સાર્વજનિક હાઈસ્કૂલમાં ઉચ્ચતર માધ્યમિક વિભાગના મદદનીશ શિક્ષક અને કાર્યકારી સુપરવાઇઝર મહેશભાઈ ગુલાબભાઈ પટેલ વય મર્યાદાના કારણે નિવૃત થતા તેમનો વિદાય સમારોહ સંસ્થાના ચેરમેન ચેતનભાઈ દેસાઈ, મહામંત્રી નીલકંઠભાઈ દેસાઈ, કારોબારી સભ્યો તેમજ શાળા પરિવારની ઉપસ્થિતિમાં યોજવામાં આવ્યો હતો. શાળા પરિવાર તરફથી તેમને સ્મૃતિ ભેટ, શાલ અને પુષ્પગુચ્છ આપી સન્માન કરવામાં આવ્યું હતું અને તંદુરસ્તીમય, દીધાર્યુમય નિવૃત જીવન માટે શુભેચ્છા પાઠવી હતી. મહેશભાઈ તરફથી શાળાને આધુનિક પ્રિન્ટર આપવામાં આવ્યું હતું. જેનો સ્વીકાર કરી શાળાના આચાર્ય ઉર્વીબેન દેસાઇએ શાળા પરિવાર વતી આભાર વ્યક્ત કર્યો હતો.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application