Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

અડદા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં રસીકરણ કરાવ્યા બાદ યુવાઓનો પ્રતિભાવ

  • June 10, 2021 

નવસારી જિલ્લાના વિવિધ કેન્દ્રો પણ રસીકરણ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. નવસારી તાલુકાના અડદા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત લેતા રસીકરણ કરાવીને યુવાનો ઉત્સાહભેર બહાર નીકળતા જોવા મળ્યા હતા.

 

 

 

 

અડદા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ૨૩ વર્ષીય માસુમ પટેલે રસીકરણ કરાવીને પ્રતિભાવ આપતા કહયું હતું કે, રાજ્ય સરકારે યુવાનોના સ્વાસ્થ્યની ચિંતા કરીને કોરોનાની કપરી મહામારીમાં નિશુલ્ક  રસીકરણ ઉપલબ્ધ કરાવ્યું છે જે માટે હું સરકારશ્રીનો આભાર વ્યક્ત કરૂ છું. પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના રસીકરણ કેન્દ્રમાં ફક્ત પાંચ મિનિટની અંદર સમગ્ર પ્રક્રિયા પૂર્ણ થઈ ગઇ. અહીં સુવ્યવસ્થિત રીતે સમગ્ર વ્યવસ્થાપન હાથ ધરવામાં આવ્યુ હતુ. રસીકરણ માટે રજીસ્ટ્રેશન કરાવી સ્લોટ બુક કરાવવાથી લઇ ઓબ્ઝર્વેશનરૂમ સુધીની સમગ્ર કામગીરી ખૂબ જ સરળ રહી હતી. રાજ્ય સરકાર દ્વારા દરેક વ્યક્તિને સરળતાથી રસીકરણ મળી રહે તે માટેના તમામ પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે જે પ્રશંસાને પાત્ર છે.

 

 

 

 

નવસારીના ૩૧ વર્ષીય હિરલ શાહે રસીકરણ કરાવીને હર્ષની લાગણી વ્યક્ત કરતા જણાવ્યું કે, રાજય સરકારની રસીકરણની કામગીરી ખરેખર સરાહનીય છે. દરેક યુવાનો વહેલામાં વહેલી તકે રસી લઇને કોરોના સામેની લડાઇમાં રાજય સરકારની સાથે રહીએ. હું પણ ઘણાં લાંબા સમયથી રસીકરણ કરાવવાની ઝંખના સેવી રહી હતી. રાજ્ય સરકાર દ્વારા ગ્રામ્ય સ્તરે ૧૮ થી ૪૪ વયજૂથના યુવાઓ માટે શરૂ કરાયેલ રસીકરણ અભિયાન સંદર્ભે મે અડદા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના રસીકરણ કેન્દ્રમાં રસીકરણ કરાવીને પોતાને સુરક્ષિત મહેસૂસ કરી રહી છું.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application