Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

નવસારી : આર.ટી.ઓ.કચેરી ઘ્વારા ફોર વ્હીલરો માટે નંબર ફાળવણી માટે ઓનલાઇન રજીસ્ટ્રેશન શરુ

  • June 03, 2021 

એ.આર.ટી.ઓ.કચેરી નવસારી દ્વારા મોટરીંગ પબ્લીકના સગવડતા માટે સિલ્વર અને ગોલ્ડન નંબરની ફાળવણી માટે ઓનલાઇન ઇ-ઓકશન શરૂ કરવામાં આવેલ હતી. કચેરીમાં લાઇટ મોટર વ્હીકલ (ફોર વ્હીલર) ના નંબરો માટેની સીરીઝ GJ21-CA/CB/CC-0001 થી GJ21-CA/CB/CC-9999 બાકી રહેલા નંબરો માટે ઇ-ઓકશન માટે શરૂ કરવામાં આવ્યાં છે. ઇચ્છા ધરાવનાર વાહન માલિકો તેમનાં વાહનનું રજીસ્ટ્રેશન કરાવી ઓનલાઇન http://parivahan.gov.in/fancy પર ઓનલાઇન રજીસ્ટ્રેશન કરી ઇ-ઓકશન માં ભાગ લઇ શકશે.

 

 

 

 

તા.૦૬/૦૬/૨૦૨૧ થી તા.૦૮/૦૬/૨૦૨૧ સુધીના રોજ ઇ-ઓકશન ઓનલાઇન માટે ફોર્મ રજીસ્ટ્રેશન અને ઍપ્લીકેશન કરવાની રહેશે. તા.૦૯/૦૬/૨૧ના રોજ ઇ-ઓકશનનું બીડીંગ કરવાનું રહેશે. તા.૧૦/૦૬/૨૧ ના રોજ ફોર્મ કચેરીઍ જમા કરાવવાના રહેશે. ફેન્સી નંબર મેળવવા ઇચ્છુક અરજદારોઍ ઉપર દર્શાવેલ વેબસાઇટ  ઉપર જઇને સી.ઍન.ઍ.ફોર્મ વાહન ખરીદીના સાત દિવસમાં અચૂક ઓનલાઇન ભરી દેવાનું રહેશે. વાહનનાં સેલ લેટરમાં સેલ તારીખથી ૬૦ દિવસના અંદરના જ અરજદારોઍ હરાજીમાં ભાગ લેવા અરજી કરી શકાશે. સમય બહારની અરજીઓ રદ કરવામાં આવશે. તેમ સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીની યાદી જણાવે છે.                                           


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application