નવસારીમાં રહેતી પ્રાચી સોમાણીએ સુરત ખાતે યોજાયેલી રાજ્ય કક્ષાની યોગ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ મેળવ્યો હતો અને જ્યારે નવસારીની સ્વાતિએ બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો. નવસારી-વિજલપોર નગરપાલિકા સંચાલિત પંડિત દીનદયાળ ઉપાધ્યાય સ્પોર્ટસ કોમ્પલેક્સ લુન્સીકૂઈમાં યોગાની એડવાન્સ ટ્રેનિંગ લેતી ખેલાડી પ્રાચી સોમાણી અને સ્વાતિ પટેલ સુરત ટેનિસ કલબમાં યોજાયેલી રાજ્યકક્ષાની યોગ સ્પર્ધામાં સોમાણી પ્રાચીનો ગોલ્ડ તથા સ્વાતિબેન પટેલે બ્રોન્ઝ મેડલ મેળવી નવસારી-વિજલપોર નગરપાલિકા તથા પંડિત દીનદયાળ ઉપાધ્યાય સ્પોર્ટસ કોમ્પલેક્સનું ગૌરવ વધાર્યું છે. આ બંને યોગ ખેલાડીઓને સ્પોર્ટસ કોમ્પલેક્સમાં પાર્થ કંસારા, સત્યં કેસરવાણીએ તાલીમ આપી છે. આ સિદ્ધિ બદલ નવસારી-વિજલપોર પાલિકાના પ્રમુખ, એક્ઝિ. કમિટી ચેરમેન અશ્વિનભાઈ કાસુન્દ્રા, સાંસ્કૃતિક કમિટી ચેરમેન હેતલબેન પટેલ, સીઓ દશરથસિંહ ગોહિલ સહિત સ્ટાફે અભિનંદન પાઠવ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application