Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

પોલીસે ટેમ્પો અને કારમાંથી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો

  • November 21, 2021 

નવસારી એલસીબી પોલીસ સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન મળેલી બાતમીના આધારે બોરીયાચ ટોલનાકા નેશનલ હાઈવે નંબર-48 પર મુંબઇથી સુરત જતી ટ્રેક પર બાતમીવાળો ટેમ્પો એમએચ/04/સીએ/4589માં આવતા જોઈ ટેમ્પાને તેનો ઉભો રાખી તપાસ હાથ ધરતા ટેમ્પો માંથી  વ્હિસ્કી અને વોડકાની નાની-મોટી 6036 બોટલ મળી આવી હતી જેની કીંમત રૂપિયા 9.01 લાખ હતી. પોલીસે દારૂ સહિત ટેમ્પો કબ્જે કરી ચાલક નરેન્દ્ર ભીલા કોળી (રહે.શિરપુર,મહારાષ્ટ્ર) નાની ધરપકડ કરી હતી અને દારૂ ભરાવનાર પરમેશ્વર અને તેના સાથીને મળી 2 જણાંને વોન્ટેડ જાહેર કર્યા હતા.






જ્યારે બીજા બનાવમાં બોરીયાચ ટોલનાકા પરથી કાર નંબર જીજે/15/એડી/8477માં તપાસ કરતા 76 જેટલી વિદેશી દારૂની બાટલી મળી આવતા રત્નકલાકાર ઉમેશ ભરત ઝાપડીયા (રહે.કામરેજ) નાની ધરપકડ કરી પોલીસે કાર સહિત કુલ 2.16 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો જોકે તપાસમાં આ દારૂ ભીલાડમાં આવેલ એક ઝૂંપડામાંથી દારૂ મળી આવ્યો હોવાની માહિતી આપી હતી. આમ પોલીસે બંને વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application