Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ચીખલી ચાર રસ્તા પાસેથી કારમાંથી વિદેશી દારૂની 1206 બોટલો મળી આવતા પોલીસે કાર્યવાહી કરી

  • December 26, 2021 

ચીખલી પોલીસ સ્ટાફનાં માણસોએ હાઇવે ચાર રસ્તા પાસેથી લક્ઝરીયસ કારમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડી બે વ્યક્તિને વોન્ટેડ જાહેર કર્યા હતા. બનાવની પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, ચીખલી પોલીસ સ્ટાફનાં માણસો પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન મળેલ બાતમીનાં આધારે ચીખલીના બલવાડા ગામે વોચ ગોઠવી હતી.તે સમયે બાતમી મુજબની ટાટા હેરિયર કાર નંબર જીજે/15/સિકે/6554 આવતા જેને ઉભી રાખવાનો ઈશારો કરતા કારના ચાલકે પોતાના કબ્જાની કાર બલવાડાથી ઉંડાચ તરફ જતા રોડ ઉપર હંકારી લેતા પોલીસે પણ ફિલ્મી ઢબે પીછો કરતા હેરિયર કારના ચાલકે પોતાના કબ્જાની કાર ચીખલી ચાર રસ્તા ઓવરબ્રિજ પાસે જાહેર રોડ ઉપર કાર ચાલક યશ ઉર્ફે બાબલો હસમુખ પટેલ (રહે.મોટી વાંકલ દમણ અને દિવ્યેશ ઉર્ફે દિવ્યો દિપક પટેલ (રહે.રેટલાવ મોગરા ફળીયા લિટલ ફલાવર સ્કૂલની પાછળ, કબ્રસ્તાનની બાજુમાં,તા.પારડી,જિ.વલસાડ) કાર મૂકી નાસી જનાર બંનેને પોલીસ ચોપડે વોન્ટેડ જાહેર કરી કારની તલાશી લેતા અંદરથી વિદેશી દારૂની નાની-મોટી કુલ 1206 બોટલ મળી આવી હતી જેની કિંમત રૂપિયા 1,10,750/- તેમજ ટાટા હેરિયર કારની કિંમત રૂપિયાય 12 લાખ મળી કુલ  રૂપિયા 13,10,750/- નો મુદ્દામાલ કબ્જે કરી આગળની વધુ તપાસ હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application