Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

મંદિરોમાં ચોરી કરતી આંતર રાજ્ય ગેંગને પોલીસે ઝડપી પાડી

  • March 20, 2021 

ગુજરાત મહારાષ્ટ્ર તેમજ રાજસ્થાન રાજ્યના મંદિરોમાં ચોરી કરતી ટોળકીને નવસારી જીલ્લાની ગણદેવી પોલીસની ટીમે ઝડપી પાડી હતી. ગણદેવી પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી. તે સમય દરમિયાન બાતમીના આધારે, એક્ટિવા મોપેડ ઉપર પસાર થઈ રહેલ બે વ્યક્તિને ઝડપી પાડ્યા હતા. અને તેમની પાસેથી વિવિધ મંદિરમાંથી ચોરી કરેલ 8.518  કિલો ચાંદી જેની કીંમત રૂપિયા 5.33 લાખનો મુદ્દામાલ પોલીસે કબ્જે કર્યો હતો. પકડાયેલ બંને આરપીઓ તેમના મિત્રો સાથે મળી અલગ-અલગ રાજ્યના 8 મંદિરોમાં ચોરીનો અંજામ આપ્યો હોવાની કબૂલાત કરી હતી. પકડાયેલ બંને આરોપીઓ વિરુદ્ધ પોલીસ ચોપડે અનેક ગુનાઓ નોંધાયા છે.

 

 

 

સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, નવસારી જીલ્લાની ગણદેવી પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી તે સમય દરમિયાન પી.એસ.આઈ પરાક્રમસિંહનને મળેલ ખાનગી બાતમીના આધારે, એક એક્ટિવા ચાલક ધરમારામ ઉર્ફે ધર્મેશ શંકરલાલ રાવ (હાલ રહે.પલસાણા, મૂળ રહે.શિવગંજ, સંતોષનગર, જી-શિરોહી, રાજસ્થાન) તથા પ્રવીણસિંગ છગનસિંગ રાજપૂત (હાલ રહે.પલસાણા, મૂળ રહે.ભેવગામ, રબારીવાસ, તા-શિવગંજ, રાજસ્થાન) નાઓને ચાંદીની તકતી, મુર્તિ, છત્તર સાથે પકડી પાડ્યા હતા. અને તેમની પાસે કોઈ આધાર પુરાવા ન મળતા તેમજ કોઈ સંતોષ કારક જવાબ આપતા ન હોય તેમની વધુ પૂછપરછ કરવામાં આવતા તેમણે ગુજરાત મહારાષ્ટ્ર તેમજ રાજસ્થાનના વિવિધ મંદિરોમાંથી ચાંદીની વસ્તુની ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી.

 

 

 

ગણદેવી પોલીસે પકડાયેલ બંને આરોપી પાસેથી એક્ટિવા મોપેડ નંબર આરજે/24/એસએમ/8855 તેમજ મોબાઈલ ફોન અને ચાંદીની વિવિધ ચીજ વસ્તુઓ મળી કુલ રૂપિયા 5,33,800/-નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. પકડાયેલ ધરમારામ ઉર્ફે ધર્મેશ શંકરલાલ રાવ ગુનાહિત ઇતિહાસ ધરાવતો હોય અને તેના વિરુદ્ધ રાજસ્થાન રાજ્યના વિવિધ પોલીસ સ્ટેશનમા 11 જેટલા ગુના નોંધાય ચૂક્યા છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application