નવસારીનાં વિજલપોરનાં રામનગરમાં આવેલ એક મોબાઈલની દુકાનમાંથી શટર ઉંચી કરી મળસ્કે 3.30 વાગ્યાના અરસામાં ચોરી કરનારા બે તસ્કર સામે દુકાનના માલિકે ફરિયાદ નોંધાવી હતી. જોકે, પોલીસ સીસીટીવીમાં કેદ થયેલા ચોરટાઓ સુધી પહોંચી શકી નથી. હાલ ફૂટેજના આધારે તપાસ હાથ ધરી છે. બનાવની વિગત એવી છે કે, વિજલપોરના રામનગરમાં રહેતા રાજકિશોર શિવપ્રતાપ શુકલાએ વિજલપોર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી કે, તેઓની રામનગર-3મા અંબા માતાજીના મંદિર પાસે તેમની માલિકીની બાલાજી મોબાઈલ શોપ આવેલી છે.
તેમના મની ટ્રાન્સફરના આવકના રોકડા રૂપિયા 1.10 લાખ રોકડા અને 46 મોબાઈલ કિંમત રૂપિયા 86,202/- મળી કુલ રૂપિયા 1.96 લાખની ગત તા.20નાં રોજ રાત્રે બે તસ્કર યુવાનોએ દુકાનનું તાળું તોડી તેમાં પ્રવેશ કરી ચોરી કરી ગયા હોવાની ફરિયાદ નોંધાવી હતી. બનાવ અંગે પોલીસે તપાસ હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500