નવસારી શહેરનાં કહારવાડ વિસ્તારમાં કૈઝીદ બોમી કોલાહનું વર્ષો જુનું મકાન આવેલ છે. જ્યાં તેમના પિતા હોલસેલ રીટેલ વેપાર કરે છે અને આ મકાન એક દિવસ માટે બંધ હતું. જયારે બીજા દિવસે પહોંચી જોયું તો મકાનના દરવાજાનું તાળું તૂટેલ હાલતમાં હતું અને ઘરનો તમામ સામાન વેરવિખેર હતો અને આગળના રૂમમાં રાખેલ કબાટમાંથી રૂપિયા 40 હજાર રોકડા, ચાંદીના 25 નંગ સીક્કા, એન્ટિક ગ્લાસની આઈટમો, અને બીજા રૂમમાં મુકેલ કબાટના ખાનામાંથી 30 ગ્રામ વજનની 4 સોનાની વીટી, 10 ગ્રામ સોનાની ચેઈન તેમજ ટેબલના ખાનામાં રાખેલ રોકડા રૂપિયા 1,50,000/- એમ કુલ મળી 3 લાખનો મુદ્દામાલ અજાણ્યા તસ્કરો ચોરી કરી ફરાર થઈ ગયા હતા.
આ બનાવ અંગે નવસારી પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે આગળની તપાસ હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500