Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

નવસારીના સિવિલ નર્સિંગ સ્કૂલમાંથી ચોરી થતા પોલીસ ફરિયાદ

  • October 17, 2021 

નવસારી સિવિલ હોસ્પિટલમાં ફાર્માસિસ્ટ તરીકે ફરજ બજાવતા અજુર્ન કાળુભાઇ માહલા (રહે. ભૂતસાડ) એ ફરિયાદ નોંધાવી હતી કે, કોરોના મહામારીને કારણે છેલ્લા દોઢ વર્ષથી નર્સિંગ સ્કૂલ બિલ્ડીંગમાં સિવિલ હોસ્પિટલમાં ઇમરજન્સી વિભાગ બનાવવામાં આવ્યો હતો અને તે સમયે કોપરની પાઇપલાઇન લગાડવામાં આવી હતી. જોકે, કોરોનાના કેસ ઘટી જતાં નર્સિંગ સ્કૂલમાંથી પુનઃ સિવિલ હોસ્પિટલમાં ઇમરજન્સી વોર્ડ ખસેડવામાં આવ્યો હતો. આ સ્કૂલ ચાલુ હોય બિલ્ડીંગને તાળું મારવામાં આવ્યું ન હતું જેથી 25 મીટર કોપરના પાઇપલાઈન, એક મીટરની કિંમત 1150 પ્રમાણે રૂપિયા 28750, મેની ફોલ્ડન કોપર ટેઇલ પાઇપ 7 નંગ કિંમત રૂપિયા 28 હજાર અને 6 નંગ ઓક્સિજન આઉટલેટ કિંમત રૂપિયા 90 હજાર આમ કુલ મળી રૂપિયા 1.46 લાખની ચોરીની ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application