નવસારીમાં રહેતી પરિણીતાને તેના પતિ અને સાસુએ દોઢ વર્ષ પહેલા દહેજના મુદ્દે મારમારી કાઢી મુકતા મહિલા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. બનવાની વિગત એવી છે કે, નવસારીમાં રહેતી સોનમબેન થુંગાએ મહિલા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી કે તેમના લગ્ન સોશ્યલ મિડીયા થકી હૈદરાબાદમાં રહેતા મધુસુદન થુંગા સાથે થયા હતા. લગ્ન બાદ તેઓ દક્ષિણ ભારતમાં નવા હોય તેમને રીતભાત ખબર ન પડતાં તેમની સાથે સાસરીયા વાળા સરખો વ્યવહાર કરતા ન હતા અને અમુક વર્ષ સારી રીતે રાખ્યાં બાદ તેમના પતિ અને સાસુએ કામ બાબતે અને મેણાં ટોણા મારતા હતા. ત્યારબાદ તેણીને નોકરી કરવા માટે મોકલી હતી અને પગારના નાણાં તેમના પતિ અને સાસરીયા પક્ષ લઇ લેતા હતા.જોકે પરણીતા વિરોધ કરતી તો તારે ઘરમાં રહેલું હોય તો તારો પગાર આપવો જ પડશે તેમ કહી ઘરનું તમામ કામ કરાવતા હતા અને દહેજના મુદ્દે તેમને હેરાન પરેશાન કરતા હતા. ત્યારબાદ પીયરમાંથી મળેલા ફિક્સ ડીપોઝીટ પણ સાસરીયા પક્ષે લઇ લીધી હતી અંતે કંટાળીને તેણી તેના પિયર નવસારી આવી ગઈ હતી અને મહિલા પોલીસ મથકે તેમના પતિ-સાસુ વિરુદ્ધ શારિરીક-માનસિક ત્રાસ આપી બંને ભેગા મળીને દહેજના મુદ્દે પરેશાન કરતા હોવાની ફરિયાદ આપતા પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application