Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ખેરગામ માંથી જુગાર રમતા 9 ઈસમો ઝડપાતા પોલીસે કાર્યવાહી કરી

  • January 05, 2022 

ખેરગામ તાલુકાના પાણીખડક હનુમાન ફળિયામાં ખેતરની ખુલ્લી જગ્યામાં તીનપતીનો જુગાર રમતા હોવાની બાતમીના આધારે રેડ કરી પોલીસે 2830 રૂપિયાના મુદ્દામાલ સાથે 5 જુગરીયાની ધરપકડ કરી હતી. જ્યારે બીજી બાજુ ખેરગામના પટેલ ફળિયામાં આંબાના ઝાડ નીચે વરલી મટકાનો જુગાર પર છાપો મારી રૂપિયા 1610/-નો મુદ્દામાલ સાથે 4ને ઝડપી બેને ફરાર જાહેર કર્યા હતા. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, ખેરગામ પોલીસે તાલુકાના પાણીખડક હનુમાન ફળિયામાં સુનિલ દેશમુખના ઘરના પાછળ ખેતરની ખુલ્લી જગ્યામાં જુગાર રમતો હોવાની બાતમીના આધારે છાપો મારતા જુગારીઓ એકબીજાની મદદગારીમાં ગોળ કુંડાળું કરી હારજીતનો જુગાર રમતા 5 જુગારીને ઝડપી પાડ્યા હતા.આમ, પોલીસે દાવ ઉપરના રૂપિયા 340 અંગ ઝડતીના 2490 મળી કુલ રૂપિયા 2830/-નો મુદ્દામાલ સાથે મહેશ, સુમન પટેલ, સુનિલ, ગુણવંત અને જયેશ પટેલને ઝડપી પાડ્યા હતા. જ્યારે બીજા બનાવમાં ખેરગામ પટેલ ફળિયામાં વરલી મટકાનો જુગાર રમાતો હોવાની બાતમીના આધારે મુકેશ રાઠોડના ઘરની સામે આંબાના ઝાડ નીચે છાપો મારતા બજારના આંક ફરકના આંકડા ઉપર વરલી મટકાનો જુગાર રમતા 4 જુગારીયાને ઝડપી પાડી રૂપિયા 1610/-નો મુદ્દામાલ કબ્જે લીધો હતો. પોલીસે મટકાનો જુગાર રમાડનારા 2 જણાંને ફરાર જાહેર કર્યા હતા.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application