Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

દારૂની મહેફિલ માણતી 7 મહિલા સહિત 11 ઈસમો ઝડપાતા પોલીસે કાર્યવાહી કરી

  • October 01, 2021 

નવસારીના જૂનાથાણા રોડ ઉપર આવેલા ચાણક્ય એપાર્ટમેન્ટમાં રાત્રિના સમયે કેટલાક લોકો ઉંચા મ્યુઝિકના અવાજ સાથે ઉજવણી કરી રહ્યા હતા. જે અંગે પોલીસ કંટ્રોલ રૂમમાં જાણ કરાતા જેથી પોલીસ સ્થળ ઉપર આવી 8 મહિલા અને 3 યુવકોને મળી 11 ઈસમોને દારૂની મહેફિલ માણતા ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

 

 

 

 

 

સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, નવસારીના જૂનાથાણા રોડ પર આવેલ ચાણક્ય એપાર્ટમેન્ટમાં રહેતા પ્રવિણ શર્માના જન્મદિનની પાર્ટીનું આયોજન કર્યું હતું. પાર્ટી દરમિયાન નશીલા પદાર્થ અને પીણાની મહેફિલ માણતા હતા અને જોરજોરથી મ્યુઝિક સાંભળી બૂમબરાડા પાડી રહ્યા હોય તે બાબતે કોઈએ પોલીસ કંટ્રોલરૂમમાં જાણ કરી હતી જેથી જાણ થતા ચારપુલ પોલીસની ટીમ ઘટના સ્થળ ઉપર ચાણક્ય એપાર્ટમેન્ટમાં મધરાતે જઇ રેડ કરતા મહેફિલમાં ભંગ પડ્યો હતો. પોલીસે સ્થળ પરથી દારૂની મહેફિલ માણતા 8 મહિલા અને 3 યુવકો પ્રવીણ શર્મા (ઘર માલિક), મનિષ પટેલ (રહે.ચાંદની ચોક), જીજ્ઞેશ પટેલ (રહે.લુન્સીકૂઈ) મળી 11 ઈસમોને ઝડપી પાડ્યા હતા. પોલીસે મોડી રાત્રે તમામનું સિવિલ હોસ્પિટલમાં મેડિકલ પરિક્ષણ કરાવ્યું હતું. પોલીસને ઘટના સ્થળ પરથી બે વિદેશી દારૂની બોટલ અને 9 કાચના ગ્લાસ કબ્જે કર્યા હતા. પોલીસે દારૂ આપનારને ફરાર જાહેર કરી પીએસઆઈ એ આગળની વધુ તપાસ શરૂ કરી રહ્યા છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application