Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ચોરી કરેલ બાઈક સાથે બે ઈસમોને ઝડપી પાડી પોલીસ કાર્યવાહી

  • September 13, 2021 

નવસારી જિલ્લાના પોલીસ અધિક્ષકની સુચના અને માર્ગદર્શન હેઠળ નવસારી ટાઉન વિસ્તારમાં ચોરીના ગુનાઓ બનતા અટકાવવા ડીસ્ટાફને સૂચના આપી હતી. તે દરમિયાન પોલીસને મળેલ બાતમીના આધારે, બે યુવકો જામનગરથી ચોરીની બાઈક લઈને નવસારી શહેરમાં ચોરીની ઘટનાને અંજામ આપવા માટે આવ્યા હોય પોલીસે નંબર વગરની બાઈક સાથે અબુતરાબહુસેન ઝાર્કીરહુસેન પેરોલી સૈયદ અને અબુલહસન મહંમદ મોહસીન આગાખાન (બંને રહે.સેંધવા ઇરાની કોલોની,એમ.પી) ના ઓની અટક કર્યા બાદ પોલીસે બંને આરોપીઓની પૂછપરછ હાથ ધરતા જાણવા મળ્યું હતું કે, આ બાઈક જામનગરથી ચોરી કરી નવસારીમાં ચોરી કરવાના ઈરાદે આવેલ હોવાનુ પોલીસને જણાવ્યું હતું. બનાવ અંગે વધુ તપાસ ટાઉન પોલીસ કરી રહી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application