બીલીમોરા ચિમોડિયા નાકા વિસ્તારના લોકો માટે રેલ્વે ઓવરબ્રિજની કામગીરી તકલીફરૂપ બની છે અને ઓવરબ્રિજના અલગ-અલગ કામોને લઈ એસ.વી.પટેલ ચિમોડિયા નાકાનો માર્ગ બંધ રહેતા લોકો ભારે હાલાકી વેઠી રહ્યાં છે. આ માર્ગ પર હાલ ઓવરબ્રિજના સ્લેબની કામગીરી શરૂ કરવામાં આવી છે. જેના કારણે હાલ ચિમોડિયા નાકાથી એસ.વી.પટેલ તરફ જતો માર્ગ બંધ કરવામાં આવ્યો છે. જેના કારણે વાહન ચાલકોએ મુશ્કેલી ભોગવવી પડી રહી છે તેમજ ઓવરબ્રિજની કામગીરી જ્યારથી ચાલુ થઈ છે ત્યારથી એસ.વી.પટેલ માર્ગ ચિમોડિયા નાકા વિસ્તારના લોકો ભારે મુશ્કેલી વેઠી રહ્યાં છે.
વધુમાં આ માર્ગ બંધ કરાતા આ માર્ગે આકસ્મિક જરૂરિયાત સમયના વાહનો પણ આવી શકતા નથી તેમજ લોકો આ માર્ગ પરથી જોખમી રીતે વાહનો લઈ પસાર થાય છે. આ માર્ગ પર ચાલતા કામ પાસે કોઈ પણ જાતની લાઈટ નહીં હોવાને કારણે અકસ્માત સર્જાવાની સંભાવના રહેલી છે જેથી સ્થાનિકો આ કામગીરીથી કંટાળી ચૂક્યાં છે અને વહેલામાં વહેલી તકે આ કામગીરી પૂર્ણ થાય તેવું લોકો વિચારી રહ્યા છે જયારે આ ઓવરબ્રિજ બન્યા બાદ લોકો માટે આશીર્વાદરૂપ છે પણ તેની કામગીરીથી અત્યારે લોકો ખુબ પરેશાની વેઠવી પડી રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application