ચીખલીની રેફરલ હોસ્પિટલનું અદ્યતન બિલ્ડીંગના નિર્માણ સાથે હોસ્પિટલને અપગ્રેડ કરી સબ ડિસ્ટ્રીકટ હોસ્પિટલનો દરજ્જો આપવામાં આવ્યો છે. પરંતુ પૂરતી સુવિધાનો અભાવ જોવા મળી રહ્યો છે. દિન-પ્રતિદિન કોરોનાના દર્દીઓમાં વધારો થઈ રહ્યો છે. કોરોના મહામારી સ્થિતિ વધુ વિકટ બની રહી છે. તેમ છતાં આ સબ ડિસ્ટ્રીકટ હોસ્પિટલમાં ઓક્સિજનની સુવિધા વાળા બેડની સંખ્યા વધારવામાં આવી નથી.શરૂઆતમાં એટલે કે થોડા દિવસ અગાઉ 45 જેટલા ઓક્સિજનવાળા બેડ ઉપલબ્ધ કરાયા હતા.
બીજી તરફ જિલ્લા વહીવટી તંત્રના માર્ગદર્શન હેઠળ ઓક્સિજનવાળા 63 બેડ સાથે કુલ 95 બેડની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી હોવાની તંત્રની માહિતી અને અહેવાલમાં કોઈ વજૂદ જણાતું નથી. ખાનગી હોસ્પિટલમાં પણ પૂરતો ઓક્સિજનનો જથ્થો મળતો ન હોવાથી કોરોનાના દર્દીઓની સારવારમાં મુશ્કેલી પડી રહી છે. આવી સ્થિતિમાં આખરે વેઠવાનું તો લોકો ને જ આવતું હોય છે.
ચીખલી સબ ડિસ્ટ્રીકટ હોસ્પિટલના અધિક્ષક ડો.દક્ષાબેન પટેલના જણાવ્યાનુસાર હોસ્પિટલમાં ઓક્સિજનની સુવિધવાળા 45 જેટલા બેડ છે. બેડોની સંખ્યામાં વધારો કરવા કામ ચાલી રહ્યું છે. પરંતુ કામ પૂર્ણ થયું નથી. હાલ તો સેંટલી ઓક્સિજનવાળા 45 બેડ છે પરંતુ વેન્ટિલેટર ચાલુ કરાયા નથી.(ફાઈલ ફોટો)
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500