Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

કાર માંથી 1.16 લાખનાં દારૂ સાથે એક ઝડપાયો

  • November 26, 2021 

નવસારી એલસીબી પોલીસે ચીખલી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન બાતમી મળી હતી કે, એક ઇનોવા કાર નંબર જીજે/21/એક્યુ/3534માં દારૂ ભરી નવસારીના વિજલપોર લઈ જનાર છે. જે બાતમીના આધારે એલસીબી પોલીસે મુંબઈથી સુરત જતા ટ્રેક ઉપર સુંઠવાડ પાટીયા પાસે વોચ ગોઠવી હતી. તે સમયે બાતમીવાળી ઇનોવા કાર આવતા જોઈ તેને રોકી તપાસ હાથ ધરતા અંદરથી વિદેશી દારૂની નાની-મોટી 231 નંગ બોટલ મળી આવી હતી જેની કિંમત રૂપિયા 1,16,175/- હતી.






જોકે પોલીસે પાસ પરમીટ માંગતા ન હોવાનું જણાવતા પોલીસે દારૂની ખેપ મારનાર બિરુ નરસપ્પા ધનગર (રહે.સરદાર ટાઉનશીપ,એપલ રેસિડેન્સી એપાર્ટમેન્ટ વિજલપોર) નાની ધરપકડ કરી હતી. જ્યારે દારૂનો જથ્થો ભિલાડ ખાતે આપી જનાર કમલેશ હળપતિને પોલીસે વોન્ટેડ જાહેર કરી એલસીબી પોલીસે દારૂ, કાર, મોબાઈલ સહિત કુલ રૂપિયા 6,22,375/-નો મુદ્દામાલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application