Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

નવસારી : ટેમ્પો અડફેટે આવતાં ધોરણ 12નાં એક વિધાર્થીનું મોત, એક ઈજાગ્રસ્ત

  • June 01, 2024 

નવસારી એસ.એસ.અગ્રવાલ હાઈસ્કૂલમાં અભ્યાસ કરી ગુરૂવાર સાંજે મોપેડ ઉપર પરત ફરતા કછોલીનાં બે વિદ્યાર્થીઓને કોલવા ગામે સામેથી આવતા ટેમ્પોએ અડફેટે લેતા એકનું કરુણ મોત નિપજયું હતું. જયારે બીજો ગંભીર રીતે ઘવાયો હતો. અકસ્માત અંગે ગણદેવી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.


સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ગણદેવી તાલુકાનાં કછોલી ગાનાં ડુંગરી ફળિયામાં રહેતો ગૌરવ મહેશભાઈ પટેલ અને કાશી ફળિયામાં રહેતો તીર્થ જીગ્નેશભાઈ નાયક ગુરુવારે નવસારીની એસ. એસ.અગ્રવાલ હાઈસ્કૂલમાં ધો.12 સાયન્સનાં એકસ્ટ્રા કલાસીસ ભરવા ગયા હતા. જયાંથી એક્ટિવા મોપેડ નંબર GJ/21/BG/0284 ઉપર ઘરે પરત ફરતા હતા. તે સમયે સાંજે કોલવા સાલેજ રોડ ઉપર દલાલ ફાર્મ પાસેનાં વળાંકમાં સામેથી પુરપાટ ઝડપે આવતા ટાટા ટેમ્પો નંબર GJ/26/T/2299ને કારણે મોપેડને બ્રેક મારતા સ્લીપ થઈ હતી.


તે સમયે ટેમ્પાનું પાછલું વ્હીલ ફરી વળતા ગૌરવનાં માથા, હાથ, પગમાં જીવલેણ ઇજા પહોંચતા મોત નિપજ્યું હતું. જ્યારે મોપેડ ચાલક તીર્થ નાયક મોપેડ સાથે ઘસડાતો રોડ સાઈડે પટકાયો હતો. જેમાં ઇજા પહોંચી હતી. મૃતક ગૌરવને કછોલી પ્રા.આરોગ્ય કેન્દ્ર લઈ જવાયો હતો. જયારે ટેમ્પો ચાલક જીગ્નેશ ભૂપેન્દ્રભાઈ પટેલા (રહે.સ્ટેશન રોડ, અમલસાડ તા. ગણદેવી) હોવાની ઓળખ થઈ હતી. અકસ્માત અંગે ગણદેવી PSI વિજય પટેલ આગળની વધુ તપાસ હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application