ચીખલી-વાંસદા રોડ ઉપર આલીપોર ગામમાં આવેલ પારસ એગ્રો પ્લાસ્ટ પ્રા.લી કંપનીમાં કુલદીપ સિક્યુરિટી સર્વિસીના નામથી સિક્યુરિટીના માલિક દેસરાજ યાદવ સિક્યુરિટી ગાર્ડ રાખી નવી સિક્યુરિટી એજન્સી ચલાવી રહેલ હોવાની બાતમી મળતા એસઓજી પોલીસે સ્થળ ઉપર તપાસ હાથ ધરતા ઉપરોક્ત કંપનીના ગેઇટ આગળ સિક્યુરિટી ગાર્ડ કુલદીપ સિક્યુરિટીના સિમ્બોલવાળા તથા કેએસએસ બેઝવાળા યુનિફોર્મમાં હાજર મળી આવતા કુલદીપ સિક્યુરિટી સર્વિસીસમાં નોકરી કરતો હોવાનું જણાવતા આ કંપની રજીસ્ટ્રેશન થયેલ ન હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવતા પોલીસે આ એજન્સીના માલીક દેસરાજ ભૈયાલાલ યાદવ (રહે.ડાભેલ,તા.જી.દમણ) સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application