નવસારી શહેરનાં કાલિયાવાડી વિસ્તારમાં આવેલ રામજીનગર ખાતે રહેતો અને માતા જોડે ચાની લારી ચલાવતો 32 વર્ષીય યુવક ભાવેશ ચીમન રાઠોડ તેના બનેવીની અલ્ટો કાર નંબર જીજે/05/સીએલ/7584 લઈ પોતાના મિત્ર પાર્થ યોગેશ પેન્ટર જોડે ગણદેવી ખાતે લગ્ન પ્રસંગમાં ગયો હતો જ્યાંથી તેઓ મોડી રાત્રે ફરી રહ્યા હતા. ત્યારે કાર હંકારી રહેલા પાર્થે અદડા ગામ નજીક સ્ટેરીંગ ઉપરથી અચાનક કાબુ ગુમાવી દેતા કાર નજીકમાં આવેલી કણાઈ ખાડીમાં 25 થી 30 ફૂટ નીચી ખાબકી જતા ત્યાના સ્થાનિક લોકો દોડી આવી ગ્રામ્ય પોલીસ તથા 108ને જાણ કરી હતી.
પરંતુ 108 ઘટના સ્થળે પહોંચે તે પહેલા જ ભાવેશનું કરુણ મોત નીપજ્યું હતું જયારે કાર ચાલક પાર્થને શરીરે નાની-મોટી ઈજા થતા તેણે તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો. આ ઘટના અંગે પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application