Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

રસ્તો ક્રોસ કરી રહેલ બે મહિલાને બાઇક ચાલકે અડફેટે લેતાં એકનું મોત, એક ઘાયલ

  • March 01, 2021 

ચીખલી તાલુકાનાં રાનકુવા ગામે રસ્તો ક્રોસ કરી રહેલ બાલુભાઈ હળપતિની બે પત્ની, જે બંને સાથે એક જ પરિવવારમાં રહેતી હોય રાત્રીના સમયે  બાલુભાઈની બંને પત્ની ભાનુબેન બાલુભાઈ હળપતિ તેમજ મંજુબેન બાલુભાઈ હળપતિ રાનકુવા હાઈસ્કૂલથી પટેલ વાડી તરફ ચાલતા જતા હતા.

 

 

 

તે સમય દરમિયાન રાનકુવા પટેલ વાડી પાસે રાનકુવાથી ચીખલી તરફ જઈ રહેલી એક KTM મોટર સાયકલ નંબર જીજે/05/એમજે/3001નાં ચાલકે પોતાના કબ્જાની બાઈક પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી રોડ ક્રોસ કરી રહેલી ભાનુબેન તથા મંજુબેનને ટક્કર મારતા ભાનુબેન હળપતિનું ઘટના સ્થળેજ મોત નીપજ્યું હતું. જ્યારે ઇજાગ્રસ્ત મંજુબેન હળપતિને સારવાર અર્થે ચીખલીના આલીપોર હોસ્પિટલ જ્યારે વધુ સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. આ અકસ્માત કરી બાઈક ચાલક સ્થળ ઉપરથી ફરાર થઈ ગયો હતો. આ બનાવ અંગે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application