Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ટ્રક માંથી દારૂના જથ્થા સાથે એક ઝડપાયો, બે ઈસમો વોન્ટેડ

  • January 03, 2022 

નવસારીના ચીખલી તાલુકાના સરેયાથી સળવલ્લાના ભવાની મંદિર નજીકથી ટ્રકમાં દારૂ પસાર થવાની છે બાતમીના આધારે એલસીબી પોલીસે વોચ ગોઠવી હતી. તે દરમિયાન બાતમી વાળો ટ્રક નંબર જીજે/26/ટી/7238 પસાર થતા તેને રોકી ચાલકની પૂછપરછ કરતા દારૂ ભરીને સુરત જિલ્લાના મહુવા લઈ જતો હોવાનું જણાવ્યું હતું. ટ્રકમાં ઘઉંના ભૂંસાની આડમાં દારૂ છૂપાવ્યો હતો. જોકે પોલીસે ટ્રકમાં તપાસ હાથ ધરતા 1.92 લાખનો દારૂની સાથે ટ્રક અને મોબાઈલ તેમજ રોકડા મળી કુલ રૂપિયા 5,93,120/-નો મુદ્દામાલ કબજે કરી બે ઈસમોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા.જયારે સેલવાસથી ટ્રકમાં પ્લાસ્ટિક મિણીયા કોથળીઓમાં ઘઉંના ભૂસાની આડમાં દારૂ પેક થયો હતો. જેમાં ભારતીય બનાવટની વિદેશી દારૂની નાની બોટલો 1068 નંગ જેની બજાર કિંમત 1.92 હજાર હતી. ટેમ્પો સાથે દારૂનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો. પરંતુ પોલીસે વધુ પૂછપરચ હાથ ધરતા આ દારૂનો મુદ્દામાલ ક્યાં લઈ જવાતો હતો તો જાણવા મળ્યું હતું કે, આ મુદ્દામાલ અંકિત નામના વ્યક્તિએ સેલવાસથી ભરાવી આપ્યો હતો અને મહાવીર ગુજ્જર નામનો ઇસમ જે આ ટ્રકની આગળ મારુતિ વાનમાં પાયલોટિંગ કરતો હતો અને દારૂ ઝડપાયા બાદ નાસી ગયો હતો. તે દારૂ મહુવા પહોંચાડવાનો હતો. આમ પોલીસે મુદ્દામાલ કબ્જે કરી ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application