Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ચીખલીનાં ઘેટકી ગામમાં રહેતી પરિણીતા લાપતાં

  • April 30, 2022 

નવસારીનાં ચીખલી તાલુકાનાં ઘેટકી ગામમાં રહેતા બાબુભાઇ મંગુભાઇ પટેલ (ઉ.વ.43, રહે. ધેક્તિ વડ ફળીયા, ચીખલી) નાની પત્ની કોકિલાબેન ગામના પહાડ ફળીયામાં રહેતા ધર્મેશભાઈ રમેશભાઈ પટેલના મોબાઈલ ઉપર અવરનવાર છુપી રીતે વાતો કરતી હતી. જોકે ગત તા.17 એપ્રિલનાં રોજ પત્નીનો મોબાઈલ હાથે આવી જતા તેના મોબાઈલમાં ડાયલ નંબર જોયેલો અને તે પત્ની જોઈ ગઈ હતી.


ત્યારબાદમાં ગત તા.19 એપ્રિલના રોજ તે ઘરનું કામકાજ કરતી હતી અને સાડા આઠેક વાગ્યાના અરસામાં ધરનો કચરો લઈ પાછળનાં વાડામાં ગયેલ જે નવ વાગ્યા સુધી પરત ન આવતા પત્નીને સગા સંબંધી તેમજ આજુબાજુનાં વિસ્તારમાં શોધખોળ કરતા મળી આવેલ નહિ તેમજ ગુમ થનાર કોકિલાબેન બાબુભાઇ પટેલ (ઉ.વ.38) શરીરે પીળા કલરનો ડ્રેસ તથા પગે પ્લાસ્ટિકની ચંપલ પહેરેલ છે. જે ગુજરાતી અને હિન્દી ભાષા બોલે છે. પોલીસે જાણવા જોગ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application