બીલીમોરા નજીક આવેલ તલોધ ગામે ગત તા.02જી ઓક્ટોબરે સાંજે કડાકા ભડાકા સાથે પડેલા ભારે વરસાદ દરમિયાન આકાશી વિજળી પડતાં બે મહોલ્લાના 10 ઘરમાં વિજાણુ ઉપકરણો ફૂંકાયા હતા જેને કારણે પરિવારોને આર્થિક નુકસાન સહન કરવાનો વારો આવ્યો હતો. ભારે ગાજવીજ સાથે પડેલા વરસાદમાં ભયંકર વિજળી પડી રહી હતી જયારે આ વિજળી નજીકના તલોધ ગામ માટે આફત લઇને આવી હતી. આ વિજળી તલોધ ગામના દેસાઈ ફળિયામાં કોઈ જગ્યાએ પડતા 10 ઘરમાં સોકેટમાં નાખેલા પ્લગમાંથી આ વીજળી પસાર થતાં ઘરોમાંના વીજ ઉપકરણો ફૂંકાઈ ગયા હતા જેમાં 10 ઘરના વીજ ઉપકરણો બળી જતા પરિવારનોને મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો. આ વિજળી પડતા ઘરોમાં મુકેલા વીજ ઉપકરણો લેપટોપ, વાઇફાઇ રાઉટર, ટીવી તથા તેના સેટઅપ બોક્સ, ફ્રીજ, સિલીંગ ફેન સહિત સ્ટેબિલાઇઝર, મિક્સર ગ્રાઈન્ડર, સબમર્શિબલ પંપ અને પોતાના ઘરના સ્વરક્ષણ માટે ફીટ કરેલ એમસીબી તથા એલસીબી સ્વીટચ અને ફ્યુઝ પણ બાકાત રહ્યા ન હતા. આ વિજળીમાં જોકે કોઈ માનવીય નુકસાન નહીં પહોંચતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application