Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

નવસારી : ખેરગામ ખાતે કોવિડ-૧૯ મહારસીકરણ અભિયાનનો પ્રારંભ

  • June 22, 2021 

નવસારી જિલ્લામાં વિશ્વ યોગ દિવસે ખેરગામ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતેથી કોવીડ-૧૯ મહા રસીકરણ અભિયાનનો જિલ્લા પંચાયત પ્રમુખ ભીખુભાઇ આહિરની ઉપસ્થિતિમાં પ્રારંભ કરાવ્યો હતો. સમગ્ર રાજ્યમાં આજથી ૧૮ થી વધુ વય જૂથના નાગરિકોને કોરોના રસી આપવા માટે રાજ્ય વ્યાપી અભિયાન શરૂ કરવામાં આવ્યું છે તેમ જણાવતાં જિલ્લા પંચાયત પ્રમુખ ભીખુભાઇ આહિરે જણાવ્યું હતું કે, રસી લેવાને પાત્ર તમામ નાગરિકોને નિઃશુલ્ક રસી આપવાનું રાજ્ય સરકાર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે જિલ્લાના નાગરિકોને કોરોના સામે રક્ષણ આપતી રસી લેવા તેમણે ખાસ અનુરોધ કર્યો હતો. ૧૮ થી વધુ વય જૂથ તેમજ ૪૫ થી વધુ વય જૂથના દરેક નાગરિકો કોરોના રસી મુકાવી લઈ જિલ્લાને રસીયુક્ત અને કોરોના મુક્ત બનાવવામાં સહયોગ આપવા અપીલ કરી હતી.

 

 

 

 

 

નાગરિકોએ રસી લેવા માટે હવે ઓનલાઇન નોંધણી કરાવવાની જરૂરિયાત નથી. રસીકરણ કેન્દ્ર ખાતે સ્થળ પર જ આધાર કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ કે ચૂંટણી કાર્ડ પૈકી કોઈ ઍક પુરાવા સાથે મોબાઈલ નંબર આપી નોધણી કરાવી શકાશે. જિલ્લામાં રસીનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે તેમ તેમણે જણાવ્યું હતું. નવસારી જિલ્લામાં રસીકરણ કેન્દ્રો ખાતે રસી લેવા માટે યુવાઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. આ પ્રસંગે પદાધિકારીઓ/અધિકારીઓ સહિત ગ્રામજનો ઉપસ્થિત રહયાં હતા.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application