વિમલ ઉચ્ચતર કેળવણી ટ્રસ્ટ સંચાલિત બીસીએ, બીએસસી કોલેજના તેજસ્વી વિધાર્થીઓનો સન્માન સમારોહ સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી દર્શનભાઈ દેસાઈ, તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ ધર્મેશભાઈ પટેલ, ટેક્નોહેવનના સીઈઓ વિનોદ કેલવાની સહિતનાની ઉપસ્થિતિમાં યોજાતા શરૂઆતમાં આચાર્ય ડો.અશોકસિંહ સોલંકીએ ઉપસ્થિતોને આવકારી ટેક્નોહેવન જેવી વિખ્યાત સોફ્ટવેર કંપની દ્વારા કેમ્પસ ઈન્ટરવ્યું લેવાતા હોય ત્યારે આ અમૂલ્ય તકનો લાભ લેવો જોઈએ તેમ જણાવ્યું હતું.
બીસીએના પ્રથમ સેમેસ્ટરમાં ૯૦-ટકા તથા બીએસસીમાં ૮૭.૩૦ ટકા લાવનાર અનુક્રમે નિલ જયંતીભાઈ પરમાર અને અર્પણ પટેલને અભિનંદન પાઠવી સંસ્થાના દર્શનભાઈ દેસાઈ દ્વારા ટ્રોફી તેમજ પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું હતું. ટેક્નોહેવનના સીઈઓ વિનોદ કેલવાની એ કોલેજના વિદ્યાર્થીઓને ૨૪×૭ મદદ કરવાની ખાત્રી આપી હતી. સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી દર્શભાઈ દેસાઈએ તેજસ્વી તારલાઓને તેમના માતા-પિતા અને સ્ટાફને અભિનંદન પાઠવી ભવિષ્યમાં આવી જ રીતે કોલેજનું નામ રોશન કરશો તેવી આશા વ્યક્ત કરી હતી.
ટેક્નોહેવનના સીઈઓ વિનોદ કેલવાનીને કોલેજના પૂર્વ વિદ્યાર્થી તરીકે અમારી કોલેજનું નામ દુનિયાભરમાં રોશન કરવા બદલ અભિનંદન પાઠવી કોલેજના વિદ્યાર્થીઓને નોકરીમાં પ્રાથમિકતા આપવા અનુરોધ કર્યો હતો. કાર્યક્રમના અંતે આભારવિધિ ડો.પ્રતીક્ષા પટેલે જ્યારે સંચાલન અંકિત પટેલે કર્યું હતું.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500