Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

નવસારી : બે જુદા-જુદા અકસ્માતમાં એકનું ઘટના સ્થળે મોત, જયારે એકનું સારવાર દરમિયાન મોત

  • May 28, 2023 

નવસારી જિલ્લાનાં ગ્રામ્ય પોલીસ મથક હદ વિસ્તારમાં હિટ એન્ડ રનના 2 કેસ નોંધાયા છે. જેમાં વાહન ચાલકો રાહદારીઓને ટક્કર મારી મોત નીપજાવી ફરાર થયા હતા. પહેલા બનાવમાં હાઇવે પાસે આવેલા સંદલપોર ગામના પાટિયા પાસે સુરભી હોટલ નજીક કોઈક અજાણ્યા વાહન ચાલકે પોતાનું વાહન ગફલતભરી રીતે પૂરપાટ ઝડપે હાંકી રસ્તો ક્રોસ કરતા વેજલપોર ગામના 40 વર્ષીય મુકેશભાઈ હળપતિને ટક્કર મારી હતી. જેથી મુકેશભાઈને માથા તેમજ હાથ-પગનાં ભાગે ગંભીર ઈજા પહોંચતા ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. આ અકસ્માતને પગલે મુકેશભાઈનાં પિતાએ ગ્રામ્ય પોલીસ મથકમાં આવતા વેસ્મા પોલીસ ચોકીમાં અજાણ્યા વાહન ચાલક વિરૂધ્ધ ફરિયાદ આપતા પોલીસે હિટ એન્ડ રન એક્ટ મુજબ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.






જયારે બીજા બનાવમાં નવસારી શહેરને અડીને આવેલા વિરાવળ પાસેના સ્મશાન ભૂમિ પાસે અરવિંદભાઈ પટેલ નામનાં વૃદ્ધ ચાલતા ખેતરેથી ચાલતા આવતા હતા તે દરમ્યાન કોઈ અજાણ્યા મોટર સાયકલ ચાલકએ વાહન સ્પીડ હંકારીને વૃધ્યને અડફેટે લીધો હતો. જેથી અરવિંદ પટેલનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું છે. મૃતકની પત્ની નીરૂબેનએ ગ્રમયા પોલીસ મથકમાં મોટરસાયકલ ચાલક અજાણ્યા વાહન ચાલક વિરૂધ્ધ ગ્રામ્ય પોલીસ મથકમાં ફરિયાદ આપી છે. આમ નવસારી જિલ્લામાં એક જ દિવસમાં હિટ એન્ડ રનનાં બે  જેટલા કેસ નોંધાયા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application