Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

નવસારી : જમીન મુદ્દે બે યુવક વચ્ચે થયેલ બોલચાલીમાં એકે ચપ્પુનાં ઘા ઝીંકતા ઇજાગ્રસ્ત યુવકનું સારવાર દરમિયાન મોત

  • May 25, 2023 

વાંસદાનાં રૂપવેલ ગામે દેસાઈ ફળિયામાં જમીન મુદ્દે બે યુવક વચ્ચે થયેલ બોલચાલીમાં એકે ચપ્પુનાં ઘા ઝીંકતા ઇજાગ્રસ્ત યુવકનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. મળતી મહિટી મુજબ, વાંસદા તાલુકાનાં રૂપવેલના દેસાઈ ફળિયામાં રહેતા મહેશભાઇ લાલજીભાઈ પટેલ (ઉ.વ.40) ખેતી કામ કરે છે. જોકે તેઓ બુધવારે સવારે તેમની પત્ની ઘર નજીક ખેતર હોવાથી પતિ અને બન્ને છોકરીને ઘરે મૂકીને ખેતરમાં ભાત કાપવા ગઈ હતી. દરમિયાન સવારે 9 વાગ્યાની આજુબાજુમાં મોટી છોકરી પ્રિયા માતા સંગીતાને બૂમ મારતી ખેતરે પહોંચી બાજુમાં રહેતા વિજયભાઈ રમેશભાઈ પટેલે પિતા સાથે ઝઘડો કરે છે અને વિજયભાઈના હાથમાં ચપ્પુ પણ છે એવું જણાવતા સંગીતાબેને ખેતરેથી ઘરે પહોંચી હતી.






જ્યાં વિજયભાઈ હાથમાં ચપ્પુ લઈને ઘરની સામે આવેલા રોડ પર ઉભો હતો. તેમના પતિ મહેશભાઈ ઘરની બાજુમાં આવેલા કલ્પેશભાઇનાં ઘરનાં વાડામાં બેભાન હાલતમાં પડેલા જોયા હતા. બાદમાં તેણી 108માં નજીકમાં આવેલ કંડોલપાડા પીએચસીમાં પતિને સારવાર અર્થે લઇ જતા ફરજ પરના ડોકટરે મૃત જાહેર કર્યા હતા. મહેશભાઈ અને વિજયભાઈ વચ્ચે જમીન બાબતે અવારનવાર બોલચાલી થતી હોય વિજયભાઇએ ઝઘડો કરી મહેશભાઇ પર ચપ્પુ વડે હુમલો કરી મોતને ઘાટ ઉતાર્યા હોવાની મૃતકની પત્ની સંગીતાબેને વાંસદા પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે ઈ.પી.કો.કલમ 302 તથા 135 મુજબ ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application