ચોમાસાનું આગમન થતા જ ખરીફ ઋટુ શરૂ થઇ ગઇ છે. ખેડુતો વાવણીની કામગીરીમાં નવા આશાવાદ સાથે જોતરાય ગયા છે. નવસારી જિલ્લાનો મુખ્ય ખરીફ પાક તરીકે ડાંગરનુ વાવેતર થતુ હોય છે. ત્યારે ડાંગરની કઇ જાતોની પસંદગી કરવી તથા ધરુવાડિયાને કઇ રીતે તૈયાર કરવું જે બાબતે ડો.ઍ.આર.ગજેરા, જિલ્લા ખેતીવાડી અધિકારી દ્વ્રારા માર્ગદર્શન આપવામાં આવ્યુ. ડાંગર પાક માટે વહેલી પાકતી જાતો જેવી કે જી.આર-૩ તથા ૬ આઇ.આર.-૨૮, જીઍનઆર-૧ તથા મધ્યમ મોડી પાકતી જાતો જેવી કે જયા જી.આર -૧૨, જીઍનઆર-૨, ૩ આઇ.આર-૨૨ ગુજરી, દાંડી, ઍનેયુઆર-૧, જીઍનનાર-૫, ક્ષરીગ જમી માટે જીઍનઆર-૭, મોડી પાકતી જાતો મસુરી જીઆર-૧૦૩ તથા સુગંધિત જાતો માટે જીઆર-૧૦૧,૧૦૨, જીઍનઆર-૪, જીઆર-૪, જી.આર-૧૦૪ અને નર્મદા ઓરાણ-જી.આર-૫,૮૯ આઇ.આર-૨૮ ઍડીઆર-૧ પુર્ણા વગેરે પૈકી પસંદગી કરવી જોઇઍ.
ડાંગરની રોપણી માટે ૧લી જુલાઇથી ૧૫ જુલાઇ સુધીનો સમય ઉત્તમ છે. મોટી ઉંમરના ધરુનો ઉપયોગ કરવાથી ફુટ ઓછી આવે છે અને સરવાળે ઉત્પાદાન ઓછું મળે છે. આથી ધરુવાડિયામાં ડાંગરના બીજની વાવણી મોડામાં મોડું જુનના પ્રથમ પખવાડિયામાં કરવી રોપાણ ડાંગર માટે ભલામણ કરેલ જાતોનું ચોખ્ખું, ભરાવદાર અને પ્રમાણિત બિયારણ પસંદ કરવું.
ઝીણા દાણાવાળી જાત માટે ૧ હેકટર દીઠ ૨૫ કિલો અને જાડા દાણાવાળી જાત માટે ૧ હેકટર દીઠ ૩૦ કિલોગ્રામ શુધ્ધ બિયારણ વાપરવું ધરુવાડિયાની જમીન સહેજ ઉંચાણવાળી, રસ્તાની નજીક, પિયતની સગવડતાવાળી, નિંદામણ મુકત હોવી જાઇએ. સારૂ તંદુરસ્ત અને ચીપાદાર ધરુ ઉછેરવા માટે નીચેની બાબતો ધ્યાનમાં રાખવી જોઇએ. એક હેકટરની રોપણી માટે ૧ મીટર પહોળા ,૧૦ મીટર લાબાં અને ૧૫ સે.મી ઉંડાઇના ક્યારા બનાવવા. ક્યારા દીઠ ૨૦ કિલોગ્રામ છાણીયું ખાતર, ૨ કિલોગ્રામ દિવેલીનો ખોળ,૫૦૦ ગ્રામ ઍમોનિયમ સલ્ફેટ અને ૫૦૦ ગ્રામ સુપર ફોસ્ફેટ આપી જમીનમાં ભેળવી દેવું. ક્યારામાં ૧૦ સે.મીમાં અંતરે છીછરા ચાસ ખોલી જુનનાં પ્રથમ પખવાડિયામાં જરૂરિયાત પ્રમાણેનો બિયારણનો જથ્થો લઇ હારમાં વાવેતર કરવું. બીજની વાવણી બાદ ૨૪ કલાક સુધી ગાદી ક્યારા ઉપર ૨ સે.મી પાણી ભરી રાખવું.
ત્યારબાદ ધરુવાડિયામાં ભેજ રહે તે પ્રમાણે પાણી આપવું બીજની વાવણી બાદ ૧૦-૧૨ દિવસ ક્યારા દીઠ ૨૫૦ ગ્રામ અમોનીયમ સલ્ફેટ પુર્તી ખાતર તરીકે આપવું અને ત્યાર બાદ ફરી ૮ દિવસે ક્યારા દીઠ ૨૫૦ ગ્રામ અમોનીયમ સલ્ફેટ આપવું ધરુવાડિયામાં કીટક નિયંત્રણ માટે કાર્બાફયુરાન ૩ ટકા દાણાદાર દવા ક્યારા દીઠ ૧૦૦ ગ્રામ પ્રમાણે પાયાનું ખાતર આપતી વખતે જમીનમાં આપવી. ધરુવાડિયામાં પાણીની ખેંચ પડેતો જમીનમાં ક્ષારો ઉપર આવે છે અને લોહ તત્વની ઉણપને લીધે ધરુનાં પાનની ધારો ઉપરથી સફેદ દેખાય છે.આ સંજોગોમાં સતત ૨ થી૩ વખત પાણી ભરી નીતારી કાઢ્વું અને પછી પાણી ભરી રાખવું.પાણીની પુરતી સગવડ ન હોય તો ૧૦ ગુંઠાનાં ધરુવાડિયામાં ૪૦૦ ગ્રામ ફેરસ સલ્ફેટ, ૨૦૦ ગ્રામ ચુનો,૫૦ લીટર પાણીમાં ઓગાળી છંટકાવ કરવાથી પણ લોહ તત્વની ઉણપ દુર કરી શકાય છે. તથા દરેક ક્યારા દીઠ વધારાનું ૪૦૦ ગ્રામ થી ૫૦૦ ગ્રામ અમોનીયમ સલ્ફેટ આપવું,સામન્ય રીતે ૨૦ થી ૨૫ દિવસે ધરુરોપણી લાયક બને છે. મોટી ઉંમરનાં ધરુનો ઉપયોગ કરવાથી ફુટ ઓછી આવે છે.અને સરવાળે ઉત્પાદન ઓછુ મળે છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500