નવસારી જિલ્લાના વાંસદા ખાતે રાજયના આદિજાતિ મંત્રી નરેશભાઇ પટેલના અધ્યક્ષસ્થાને વિધવા બહેનો અને જરૂરિયાતમંદોને અનાજ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. જ્યાં આગળ પ્રજાજનોની આંતરડી ઠારવા માટે સરકારે વિવિધ યોજના થકી ગરીબો માટે આવાસ, અનાજ, શૌચાલય જેવી અનેકવિધ સુવિધાઓ આપવા સહિત પ્રજાહિતના અનેક સેવાકાર્યો કર્યા હોવાની વાત મંત્રીએ કરી હતી.મંત્રી નરેશભાઇ પટેલે કોરોનાની મહામારી દરમિયાન અને ખાસ કરીને ગત વર્ષે લોકડાઉનની પરિસ્થિતિ દરમિયાન રાજયમાં કોઇ પણ વ્યકિત ભૂખ્યો ન રહે અને સૌને જીવનજરૂરી ચીજવસ્તુઓ સરળતાથી અને સમયસર ઉપલબ્ધ થાય તે માટે રાજય સરકાર દ્વારા અભૂતપૂર્વ કામગીરી કરી જન-જન સુધી અન્ન પહોંચાડવાનું ઉમદા કાર્ય કર્યું હોવાની વાત કરી હતી. જિલ્લા ભાજપ પ્રમુખ ભુરાભાઇ શાહે આ અવસરે રાજય સરકારે જનસેવા યજ્ઞની વિવિધ યોજનાઓની રૂપરેખા આપી કોરોનાની સંભવિત ત્રીજી લહેરને પહોંચી વળવા માટે આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવી રહેલ કામગીરીની વિગતો આપી હતી. વધુમાં તેમણે જનકલ્યાણ અને પ્રજાહિતના કામો પક્ષાપક્ષીથી દૂર રહી કરવા જનસેવકોને અપીલ કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application