Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ગણદેવી નગરપાલિકાએ જર્જરીત મકાનોને નોટીસ ફટકારી

  • May 24, 2021 

ગણદેવી નગરપાલિકાના વિસ્તારમાં જર્જરીત મિલકતનો સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. જે બાદ ધી ગુજરાત મ્યુનિસિપલ એકટ ૧૯૬૩ની કલમ ૧૮૨ હેઠળ નોટીસ ફટકારવામાં આવી રહી છે. જેમાં જર્જરીત મકાન આકસ્મિક તૂટી પડવાની શકયતા હોવાથી તાત્કાલિક મકાન ભયમુક્ત જાનહાની ટાળવાનું કહેવાયું છે અને નુકશાન કે જાનહાનીની સંપૂર્ણપણે જવાબદારી મિલ્કતધારકની રહેશે. જ્યારે નગરપાલિકાની જવાબદારી રહેશે નહીં એવું જાહેર કરાયું છે.

 

 

 

 

ત્યારે મિલ્કતધારક નોટીસને ન ગણકારી જાહેર હિતને કે જનમાલને નુકસાન કરી શકે છે. આવી મિલકત તૂટી પડતા નિર્દોષ લોકો જીવ ગુમાવી શકે એમ છે અને હોનારત પણ સર્જાઈ શકે એમ છે. ત્યારે પાલિકાએ મિલકત દારોનાં જોખમે અને ખર્ચે ભયજનક મિલકત દૂર કરી નગરજનોનાં હિતમાં આગળ આવવું જોઈએ જેના બદલે પ્રતિ વર્ષ માત્ર નોટીસ ફટકારી પાલિકાની જવાબદારી રહેશે નહીંનું રટણ કરવામાં આવી રહ્યું છે.

 

 

 

 

ચાલુ વર્ષે પણ શહેરમાં ૯૨ જેટલી મિલકતો જર્જરીત હોવાની પાલિકાએ જ નોટીસ દ્રારા પૃષ્ટિ કરી છે. જેમાં સૌથી વધુ વોર્ડ નં.૪માં – ૫૦, વોર્ડ નં.૩માં – ૨૪, વોર્ડ નં.૧માં - ૩, વોર્ડ નં.૫માં – ૬ અને વોર્ડ ૬માં - ૩ મિલકતો જર્જરિત છે. જ્યારે ૭ મિલકતોનો વોર્ડ દર્શાવ્યો નથી. પાલિકા સામે સરકારી પ્રાથમિક શાળા, ઝંડા ચોક જૂની મામલતદાર કચેરી, જૂનું પોલીસ મથક, ઉપરાંત અનેક એપાર્ટમેન્ટ પણ  ભયાવહ બન્યા છે. જર્જરીત અને જોખમી મકાનોમાં જીવનાં જોખમે રહેતા પરીવારોને પ્રતિ વર્ષ સચેત કરવા નગર પાલિકા દ્વારા નોટીસ આપવામાં આવે છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application