Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

બીલીમોરાનાં જલારામ મંદિરના સંકુલમાં વિનામૂલ્યે 30 બેડનું આઈસોલેશન સેન્ટર શરુ કરાયું

  • May 03, 2021 

બીલીમોરાના રામ ક્રિષ્ના સેવા કેન્દ્ર અને જય જલારામ માનવ ટ્રસ્ટના સંયુકત પ્રયોસોથી બીલીમોરા જલારામ મંદિરના સંકુલમાં આવેલ જલારામ પ્રાર્થના હોલમાં વિનામૂલ્યે 30 બેડ ધરાવતું આઈસોલેશન સેન્ટર શરુ કરવામાં આવેલ છે. જેમાં પ્રથમ દિવસે 5 દર્દીઓની ભરતી પણ કરવામાં આવી હતી.

 

 

 

 

 

આઈસોલેશન સેન્ટરમાં દર્દીઓ માટે બેડની સુવિધા, ડોકટરની તપાસ, નર્સોની સેવા તથા ફ્રન્ટલાઈન વોરીયર્સની સેવાઓ ઉપરાંત સવારે ચા નાસ્તો, ઉકાળો, બપોરે તથા સાંજે ભોજન તેમજ સમયાંતરે ફૂટ જ્યુસ વગેરે વિનામૂલ્યે અપાશે. આ સેવા કાર્યમાં દાનવીર દાતાઓનો પણ ખુબ જ સહયોગ પ્રાપ્ત થનાર છે. (ફાઈલ ફોટો)


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application