રાજયના આદિજાતિ વિકાસ, વન, મહિલા અને બાળ કલ્યાણ મંત્રી ગણપતસિંહ વસાવાએ આજરોજ નવસારી જિલ્લાના વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાન ખાતે ડીયર બ્રિડીંગ સેન્ટરની મુલાકાત લીધી હતી. આ અવસરે વલસાડ-ડાંગના સાંસદ ડો.કે.સી.પટેલ, વાંસદાના રાજવી જયવિરેન્દ્રસિંહ, શાસક પક્ષના નેતા શિવેન્દ્રસિંહ સોલંકી સહિતના પદાધિકારીઓ તથા વનવિભાગના અધિકારીશ્રીઓ ઉપસ્થિતિ રહયાં હતા.
મંત્રી ગણપતસિંહ વસાવાએ જણાવ્યું હતું કે, રાજય સરકાર વિકાસની સાથોસાથ પર્યાવરણ જાળવણી અને વનવિકાસ માટે પ્રતિબધ્ધ છે. માનવ વિકાસ સાથો સાથ વન્યજીવોના રક્ષણ માટે રાજય સરકાર કામ કરી રહી છે. આ પ્રસંગે વન મંત્રી વસાવા ડીયર બ્રિડીંગ સેન્ટરની મુલાકાત લઇ સુચનો તથા માર્ગદર્શન આપ્યું હતુ.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500