Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ચીખલીના બામણવેલ ગામે વીજ વાયર પડતા શેરડીનો ઉભો પાક બળી જતા ખેડૂતને નુકસાન

  • October 24, 2021 

ચીખલી તાલુકાના બામણવેલ પારસી ફળીયામાં શૌકતભાઈ નાનુભાઈ કાનમિયાની બ્લોક નંબર 1347 વાળી જમીન ઉપરથી ખેતીવાડી ખાંભડા ફીડર 11,000 કેવી થ્રી ફેઝ વિજલાઈન પસાર થાય છે. જેમાં ગત તા.22ના રોજ બપોરના સમયે શેઢા ઉપરના લાઈનમાં લંગર આવેલ હોય અને ઇલેક્ટ્રિક લાઈનમાં શોર્ટ સર્કિટ થવાના કારણે શૌકતભાઈ કાનમીયાના શેરડીના ખેતરમાં આગ લાગતા આશરે એક વર્ષ જેટલો સમયનો પાક બળીને ખાખ થઈ જતા ખેડૂતને આર્થિક મોટું નુકસાન થવા પામ્યું હતું. જોકે આ અંગે ખેડૂતે ચીખલી પોલીસ મથકે જાણવાજોગ ફરિયાદ નોંધાવી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application