Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

નવસારી : બોરિયાચ ટોલ નાકા પાસેથી રૂપિયા 12 લાખનાં દારૂનાં જથ્થા સાથે ચાલક ઝડપાયો

  • June 22, 2023 

ગુજરાતનાં વિવિધ જિલ્લાઓમાં દારૂના વેચાણ અને હેરાફેરીને અટકાવવા માટે રાજ્ય સરકારે સ્વતંત્ર સ્ટેટ મોનેટરિંગ સેલની રચના કરી છે જે જિલ્લા કક્ષાએ રેઈડ કરીને દારૂ બંધીના અમલીકરણને સફળ બનાવે છે. જેથી સ્ટેટ મોનેટરિંગ સેલનાં પોલીસ કર્મીને નવસારી હાઇવે પાસેનાં બોરિયાચ સ્ટોલ નાકાથી નાસિકથી દારૂ ભરીને સુરત તરફ જતાં ટ્રકને અટકાવી ચેક કરતા તેમાં પ્લાસ્ટિકનાં ભંગારનાં ભૂકામાં છુપાવીને લઈ જવાતા રૂપિયા 12 લાખના દારૂ સાથે એક ઈસમની ધરપકડ કરી છે.



જયારે ટ્રક સહિત કુલ રૂપિયા 22,14,840/-નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો. મળતી માહિતી મુજબ, સ્ટેટ મોનિટરિંગનાં પોલીસ કર્મચારી પ્રહલાદ પોપટજીને બાતમી માહિતી મળી હતી કે, નાશિકથી સુરત તરફ એક અશોક લેલેન્ડ કંપનીનો ટ્રકમાં દારૂ ભરી પસાર થનાર છે. જેના આધારે નવસારી જિલ્લાનાં હાઇવે પાસે આવેલા બોરિયાચ ટોલ નાકા પાસે વોચ ગોઠવી ટ્રકને થોભાવી તેમાં ચેક કરતા પ્લાસ્ટિકના ભંગારની આડમાં કુલ 10 હજાર દારૂની બોટલ ભરી હતી જેની બજાર કિંમત રૂપિયા 12,03,000/- થાય છે.


જોકે ટ્રકનાં ડ્રાઇવર અક્ષય બાબુરાવ જાદવની ધરપકડ કરતા તેની પાસેથી માહિતી મળી હતી કે, દારૂ મંગાવનાર થતાં ભરી આપનાર સહિત કુલ આઠ આરોપીઓ તેના કોન્ટેક્ટમાં હતા જેમને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે, આ દારૂ સુરત અને સાયણ પહોંચાડવા માટે સૂચના આપવામાં આવી હતી. જયારે ગ્રામ્ય પોલીસ હદમથક વિસ્તારમાંથી પકડાયેલા દારૂની તપાસ વિજલપુર પોલીસના પી.આઇ.ને સોંપવામાં આવી છે. ગુજરાતમાં સૌથી વધુ ડિમાન્ડ દમણનાં દારૂની હોય છે પરંતુ હવે છેક નાસિકથી પણ દારૂ મંગાવી ગુજરાતમાં ઘુસાડવાનો કારસો સ્ટેટરિંગ સેલી નિષ્ફળ બનાવ્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application